વીરુએ સચીનને બનાવ્યા રામ, ખુદ બન્યો ગદાધારી હનુમાન !

વીરુએ સચીનને બનાવ્યા રામ, ખુદ બન્યો ગદાધારી હનુમાન !

નવી દિલ્હી, તા. 9 : આધુનિક સમયના મહાનતમ બેટ્સમેન સચિન તેંડુલકરને પોતાનો ગુરુ માનતા વિસ્ફોટક બેટધર વીરેન્દ્ર સેહવાગે હવે સચિનને રામ અને ખુદને ગદાધારી હનુમાનના રૂપમાં બતાવ્યા છે. 
વીરુએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે સચિન સાથે દેખાય છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર સાથે લખ્યું છે કે જ્યારે ભગવાન સાથે હોય ત્યારે તેમનાં ચરણો પાસે હોવું સારી વાત છે, સાથે હેશટેગ લગાવ્યું કે હથોડો નથી પણ ગદા છે; અને રામજી, હનુમાનજી.
એક કાર્યક્રમ દરમ્યાનની સેહવાગે પોસ્ટ કરેલી આ તસવીરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરમાં વીરુના હાથમાં હથોડો છે અને બીજા હાથમાં ચાનો કપ છે, તો સચિનના હાથમાં પણ ચાનો કપ છે. બંને હળવી ક્ષણો માણી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer