પ્રેસિડેન્ટસ કપ : મણિપુરના લાલબિયાક્કિમાએ એશિયન ચૅમ્પિયનને કર્યો પરાસ્ત

પ્રેસિડેન્ટસ કપ : મણિપુરના લાલબિયાક્કિમાએ એશિયન ચૅમ્પિયનને કર્યો પરાસ્ત

આસ્તાના (કઝાકિસ્તાન), તા. 9 : ભારતીય બોક્સર એન લાલબિયાક્કિમા(49 કિલો)એ કજાકિસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલા પ્રેસિડેન્ટસ કપમાં ઓલિમ્પિક ચેમ્પિયન હસંબાય દુસ્માતોવને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મણિપુરના બોક્સરને પોતાની કારકિર્દીની સૌથી મોટી જીત નોંધાવતા દુસ્માતોવને 4-1થી હરાવ્યો હતો. આ હાર બાદ ઓલિમ્પિક ચેમ્પિયનના ચહેરા ઉપર નિરાશા સ્પષ્ટ પણે જોવા મળી રહી હતી. મુકાબલામાં ભારતીય બોક્સરે એશિયન ચેમ્પિયનને બે વખત સરળતાની પછાડી દીધો હતો. આ સાથે લાલબિયાક્કિમાએ સ્ટેડિયમમાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા. આ સાથે સચિવ સિવાચે પણ 52 કિલોવર્ગની શ્રેણીમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણે થાઈલેન્ડના યુરાચાઈ વુત્તિચાઈને 4-1થી હરાવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer