અફઘાનમાં તાલિબાની હુમલામાં 19નાં મૃત્યુ


કાબુલ, તા.9: અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવ્યાના કલાકો બાદ જ તાલિબાની આતંકવાદીઓએ સરકાર સમર્થિત સુરક્ષા દળો ઉપર ભીષણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 20 સુરક્ષા જવાનો માર્યા ગયા છે. તાલિબાની બળવાખોરોએ અલસુબહ કલાએજલ જિલ્લામાં સુરક્ષા ચોકીઓ ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 20 સુરક્ષા જવાનોના મોત થઈ ગયા હતા. અન્ય છ લોકો ઘાયલ પણ થયા હતા. આ પહેલા આજે તાબિલાને અફઘાનિસ્તાનમાં ઈદ ઉલ ફિતરના ત્રણ દિવસના ગાળા દરમ્યાન યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer