નાશિકના કાંદાના વેપારીઓ હવાલા કારોબારમાં?


નાશિક, તા. 9 : ઈન્કમ ટૅક્સ (આઈટી) વિભાગે જણાવ્યું છે કે નાશિકના કેટલાક કાંદાના વેપારીઓ હવાલા કારોબારમાં સંડોવાયેલા છે તેમ જ દુબઈસ્થિત હવાલા અૉપરેટરો સાથે તેઓ સાઠગાંઠ ધરાવે છે.
આઈટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અપ્રગટ આવક અને મિલકતોની તપાસમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
નાશિકના કાંદાના સાત મોટા વેપારીઓ પર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂા. 25 કરોડની બિનહિસાબી આવક મળી આવી હતી.
તેઓ જયપુરમાં કેટલાક લોકો સાથે સંકળાયેલા જણાયા હતા, જેઓ તેમને હવાલા કારોબારમાં મદદ કરતા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer