કૉંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સમાન વિચારસરણીની પાર્ટીઓ સાથે મહાગઠબંધન માટે તૈયાર


મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે સમાન વિચારસરણી ધરાવતી પાર્ટીઓ સાથે મહાગઠબંધન કરવાની અમારી તૈયારી છે, એમ મહારાષ્ટ્ર કૉંગ્રેસ તરફથી જણાવાયું છે. મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે પત્રકારોને જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણી તેમ જ રાજ્યની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા માટે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની મળેલી બેઠકમાં ચર્ચા થઇ હતી કે લોકસભાની આગામી ચૂંટણીમાં આપણે સમાન વિચારસરણી ધરાવતી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું હિતાવહ છે.પાર્ટીના જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓએ પણ પોતાના વિસ્તારોની સમીક્ષા કરીને આવો સૂર વ્યક્ત કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer