બિહાર : બોર્ડ પરીક્ષામાં ફરી શ્રેણીબંધ છબરડા


કેટલાકને અમુક પેપરમાં કુલ કરતાં વધુ માર્કસ, કેટલાકે નહોતા આપેલા પેપરમાં માર્કસ
 
પટણા તા. 9: કુખ્યાત ટોપર કૌભાંડના બે વર્ષ બાદ બિહાર ફરી એક વાર શાળા પરીક્ષા બોર્ડના મામલે છાપે ચડયું છે: ધો. બારના કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેઓને કુલ ગુણાંક કરતા ય વધુ માર્કસ અપાયા છે ! કેટલાકની તો ફરિયાદ એવી રહી છે કે તેઓ જે વિષયની પરીક્ષા નહોતી આપી તે વિષયોમાં ય તેમને ગુણાંક અપાયા છે ! 
અરવાલ જિલ્લાના ભીમકુમાર નામના પરીક્ષાર્થીને ગણિત (થીઅરી)માં કુલ 3પમાં 38 માર્કસ મળ્યા છે, જયારે ઓબ્જેકટીવ  પ્રકારના પ્રશ્નોમાં 3પમાંથી 37 માર્કસ અપાયા છે. આવી બાબતોથી મને આંચકો નથી લાગ્યો, કારણ કે રાજય બોર્ડની પરીક્ષાઓમાં આવા છબરડા લાંબા સમયથી થતા આવ્યા છે એમ ભીમકુમારે જણાવ્યું હતું. એવી જ રીતે ઈસ્ટ ચંપારણના સંદીપ રાજને ફિઝિકસના થીઅરીના પેપરમાં 3પમાંથી 38 માર્કસ મળ્યા હતા. તે કહે છે આવું કઈ રીતે બને ? મને અંગ્રેજીમાં ઓબ્જેકટીવ ટાઈપના પ્રશ્નોમાં અને રાષ્ટ્રભાષામાં શૂન્ય મળ્યું છે. દરભંગાના રાહુલ કુમારને ગણિતના ઓબ્જેકટીવ પેપરમાં 3પમાંથી 40 મળ્યા. વૈશાલી જિલ્લાની જ્હાનવીસિંહે એવો દાવો કર્યો છે કે બાયોલોજીના પેપર તેણે આપ્યુ ન હતું છતાં તેને તેમાં 18 માર્કસ મળ્યા છે !

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer