મોદીની લોકપ્રિયતા બરકરાર : 71.9 ટકા લોકો `ફરી વડા પ્રધાનપદે પસંદ કરે છે''

મોદીની લોકપ્રિયતા બરકરાર : 71.9 ટકા લોકો `ફરી વડા પ્રધાનપદે પસંદ કરે છે''
નવી દિલ્હી, તા.26: વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ પૂરાં કર્યાં તેવા ટાંકણે ટાઈમ્સ જૂથે હાથ ધરેલા `પલ્સ ઓફ ધ નેશન' નામક ઓનલાઈન મેગા પોલમાં, મોદી આજે ય સૌથી વધુ લોકપ્રિય નેતા રહ્યા છે તે સહિતનાં અનેક રસપ્રદ તારણો આવ્યાં છે. સર્વે સમા આ પોલમાં સામેલ 8,44,646 લોકો પૈકી 71.9 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા ફરી મત આપવાનું જણાવે છે. એવી જ 73.3 ટકા લોકોનું માનવું છે કે આજે સામાન્ય ચૂંટણી યોજાય તો ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બનશે. 16.1 ટકા લોકો નરેન્દ્ર મોદી કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સિવાયના નેતાને પીએમ બનાવવાનો મત ધરાવે છે. 11.93 ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાના મતના છે. પોલ મુજબ બેરોજગારી ચિંતાજનક વિષય છે પરંતુ તે દૂર કરવાના સરકારના પ્રયાસો અંગેના સવાલમાં પ8.4 ટકાનું કહેવું હતું કે તેઓ સરકારથી સંતુષ્ટ છે અથવા આ મુદ્દે સરકારનીં અત્યાર સુધીની કામગીરી બહુ સારી છે. ટાઈમ્સ જૂથની 9 ભાષાની સાઈટ્સ પર 23 - 2પ મે દરમિયાન આ પોલ લેવાયો હતો. અનેકવિધ મુદ્દે પોલમાં ઉક્ત લોકોના મત લેવાયા હતા.
મોદી સરકારની અત્યાર સુધીની કામગીરી અંગેના પ્રશ્ને બેતૃતીયાંશથી વધુ લોકોનું કહેવું હતું કે સરકાર બહુ સારું કે સારું કામ કરી રહી છે: 47.4 ટકા વાચકોના મતે  સરકારની કામગીરી બહુ સારી, 20.6 ટકાના મતે સારી અને 11.38 ટકાના મતે સરેરાશ રહી છે.
સરકારની સૌથી સફળ કામયાબી અને સૌથી મોટી વિફળતા અંગેના સવાલમાં 33.42 ટકા લોકોએ જીએસટીના અમલીકરણને મોદી સરકારનો સૌથી સફળ નિર્ણય ગણાવ્યો હતો. 21.9 ટકા સાથે સૌથી સફળ નિર્ણય પૈકી બીજા ક્રમે નોટબંધીને અને ત્રીજા ક્રમે પીઓકેમાંના આતંકી કેમ્પો પરના સર્જીકલ સ્ટ્રાઈક (19.89 ટકા)અને ચોથા ક્રમે જન ધન યોજના (9.7 ટકા)રહી હતી.
રોજગારીના મામલે 28.30 ટકા લોકોનું કહેવું છે કે રોજગારી સર્જન ન કરી શકવી એ મોદી સરકારની સૌથી મોટી નાકામિયાબી રહી છે. જો કે બેરોજગારી દૂર કરવાના સરકારના પ્રયાસોથી પ8.4 ટકા લોકો સંતુષ્ટ જણાયા હતા. 37.2 ટકા લોકોએ સરકારના પ્રયાસોને સંતોષજનક બતાવ્યા હતા. 21.2 ટકા માને છે કે સરકાર આ મોરચે બહુ સારું કામ કરે છે. 36 ટકા લોકોએ આ બાબતે સરકારને સૌથી ખરાબ રેટિંગ આપ્યું હતું. 14.28 ટકાએ સરકારની કાશ્મીર નીતિને સૌથી મોટી વિફળતા ગણાવી છે.
નોટબંધી પ્રશ્ને લોકોના અભિપ્રાયોમાં ભારે મતમતાંતર છે. પોલમાં ભાગ લેનાર દરેક પાંચમાંના એકે નોટબંધીને સૌથી મોટી નીતિગત બતાવી હતી, 22.2 ટકાએ તેને એનડીએ સરકારની સૌથી મોટી વિફળતા ગણાવી છે.
લઘુમતીઓ સંબંધિત સવાલના જવાબમાં પ9.41 ટકા લોકોનું કહેવું છે કે લઘુમતીઓ અસુરક્ષિત હોવાનું તેઓ નથી માનતા. 30.01 ટકા લોકો લઘુમતીઓ અસુરક્ષિત હોવાનું મહેસૂસ કરતા હોવાનું માને છે.
62.63 ટકા લોકો મોદી સરકારની વિદેશ નીતિને બહુ સારી અને 17.43 ટકા સારી ગણાવી છે. 1પ.84 ટકાએ વિદેશ નીતિ વિફળ રહી હોવાનું જણાવે છે.
ભાજપ વિરુદ્ધના સંયુક્ત મોરચાની ચાલેલી કવાયત અંગેના સવાલમાં પ7.1 ટકા લોકોનું માનવું છે કે વિપક્ષી ગઠબંધન લોકસભા ચૂંટણી સુધી અસરકારક નહીં રહે, 28.96 લોકોનું માનવું છે કે આવું ગઠબંધન કારગત નહીં નીવડે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer