એફપીઆઈએ મેમાં એક અબજ ડૉલરથી વધુના શૅરોનું વેચાણ કર્યું

મુંબઈ, તા. 26 : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ)એ મેમાં અત્યાર સુધી એક અબજ ડૉલરથી વધુના શૅરોનું વેચાણ કર્યું છે.
એપ્રિલમાં એફપીઆઈએ 0.94 ડૉલરના ભારતીય શૅરોનું વેચાણ કર્યું હતું, જ્યારે માર્ચમાં 2.02 અબજ ડૉલરના શૅરોની ખરીદી કરી હતી. 2018માં અત્યાર સુધીમાં એફપીઆઈએ 2,461 લાખ ડૉલરના શૅરો ખરીદ્યાં હતાં.
બજારના વર્તુળો મુજબ ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, ક્રૂડ તેલના ભાવમાં વૃદ્ધિ અને વૈશ્વિક જોખમી બળોએ એફપીઆઈને વેચાણ માટે પ્રેર્યા હોવાનું મનાય છે.
ઊભરતી બજારોમાં વિદેશી રોકાણકારોએ દ. કોરિયામાં 8,454 લાખ ડૉલર, તાઈવાનમાં 4,199 લાખ ડૉલર અને થાઈલૅન્ડ તથા મલયેશિયામાં એક અબજ ડૉલરથી વધુના શૅર્સ વેચ્યાં હતાં અને ઈન્ડોનેશિયામાં 5,020 લાખ ડૉલરના શૅરોના આઉટફલો રહ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer