રોયના નામે જેડે કેસ સહિત અનેક હાઈ પ્રોફાઇલ સફળતા

રોયના નામે જેડે કેસ સહિત અનેક હાઈ પ્રોફાઇલ સફળતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : બોન કૅન્સરની બીમારીની અસહ્ય પીડાથી કંટાળીને-હારીને જીવન ટૂંકાવનાર મુંબઈ ક્રાઇમના બાહોશ અધિકારી હિમાંશુ રોયની અનેકવાર તેમના ભારે અથવા ફિટ શરીર માટે તેમના સાથીઓ મજાક કરતા હતા. પરંતુ પહેલવાન જેવું શરીર બનાવનાર રોયના નામે મીડ ડેના પત્રકાર જેડેના ખૂન સહિત અનેક કેસોને ઉકેલવાની સફળતા લખાઈ હતી. માત્ર ચાર વર્ષના ક્રાઇમ બ્રાંચના કાર્યકાળ દરમિયાન તેમણે ફરીદ તનાશા, બુકી છોટે મિયા, ઍડ્વોકેટ શાહીદ આઝમી, શક્તિ મિલ બળાત્કાર, આઈપીએલ સ્પોટ ફિક્સિંગ સહિતના અનેક હાઈ પ્રોફાઇલ ગુનાઓમાં સફળતાપૂર્વક કાર્યવાહી કરી હતી. જોકે, ક્રાઇમમાં પ્રવેશવા અગાઉ તેમને આ વિભાગની ઝીણવટભરી કોઈ જાણકારી હતી જ નહીં.
તેમના ફિટ શરીર બનાવવા પાછળ એક દબંગ નેતાની મજાક કારણભૂત હતી. તેઓ ઝોન-1માં અૉફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી પર હતા તે સમયે એક રાજનેતાની ધરપકડ કરવા ગયા હતા. તે રાજનેતાએ મજાક ઉડાવતા કહ્યું કે `દૂબળા પાતળા શરીર સાથે તમે મને પકડશો?' બસ, આ મજાક દિલ પર લઇને રોયે ઇરોઝ પાસેના જિમમાં રોજ કસરત શરૂ કરીને `દબંગ' ટાઇપ ફિટ શરીર બનાવ્યું હતું. પરંતુ કમનસીબી જુઓ કૅન્સરની ભયાનક બીમારીએ અંતિમ સમયમાં તેમના શરીરને અગાઉનો પાતળો અવતાર પાછો આપ્યો.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer