હાઈ કોર્ટે સરકારી હૉસ્પિટલોમાં ખાલી હોદ્દાની ગણતરી કરવાનો આદેશ આપ્યો

હાઈ કોર્ટે સરકારી હૉસ્પિટલોમાં ખાલી  હોદ્દાની ગણતરી કરવાનો આદેશ આપ્યો
મુંબઈ, તા. 12 (પીટીઆઈ): બૉમ્બે હાઈ કોર્ટે તમામ સરકારી તેમ જ પાલિકા હૉસ્પિટલોમાં ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફના રિક્ત પદોની ગણતરી કરવાનો મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે. ગત સપ્તાહે આપેલા આ આદેશમાં જસ્ટિસ નરેશ પાટીલ અને જી.એસ. કુલકર્ણીની બેન્ચે અગ્રતાક્રમે આ ખાલી પદો ભરવા વિશેષ ભરતી ઝુંબેશ યોજવા રાજ્ય સરકારને જણાવ્યું હતું.
તેણે આવી હૉસ્પિટલોમાં અન્ય પદોની સાથોસાથ વરિષ્ઠ ડૉક્ટરો તેમ જ હેડ અૉફ ધી ડિપાર્ટમેન્ટ્સની નિમણૂકની બધી બાકી પડેલી દરખાસ્તોને ઝડપી મંજૂરી આપવાનો મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનને આદેશ આપ્યો હતો.
નાશિક જિલ્લામાં માલેગાંવ શહેરના એક રહેવાસીએ કરેલી જનહિત અરજી પર બેન્ચે આ આદેશ આપ્યો હતો, જેમાં મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય ખાતાની કથિત નિક્રિયતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
બેન્ચે સંબંધિત અધિકારીઓને 15મી જૂન સુધીમાં તેમનો જવાબ નોંધાવવાનો આદેશ આપ્યો હતો. તેમ જ વહેલી તકે ભરતી ઝુંબેશ હાથ ધરવા સરકારને જણાવ્યું હતું.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer