રાજસ્થાનમાં સંદર્ભ પુસ્તકમાં ટિળક વિશે અપમાનજનક ઉલ્લેખ અંગે ભાજપ માફી માગે : કૉંગ્રેસ

રાજસ્થાનમાં સંદર્ભ પુસ્તકમાં ટિળક વિશે અપમાનજનક ઉલ્લેખ અંગે ભાજપ માફી માગે : કૉંગ્રેસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : રાજસ્થાનમાં આઠમા ધોરણની સંદર્ભ પુસ્તકમાં લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનો ઉલ્લેખ `આતંકવાદના પિતા' તરીકે કરવામાં આવ્યો છે તે બદલ ભાજપે દેશની માફી માગવી જોઈએ એવી માગણી મહારાષ્ટ્રના કૉંગ્રેસ એકમના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કરી છે.

અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે મથુરા સ્થિત પ્રકાશક દ્વારા છાપવામાં આવેલા પુસ્તકનો ઉપયોગ રાજસ્થાનના માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓ દ્વારા કરવામાં આવે છે. શું રાજસ્થાન સરકાર હોશમાં છે? આ બાબત માત્ર ભારતના અપમાન સમાન છે એટલું જ નહીં પણ કરોડો સ્વાતંત્ર્યસૈનિકોનું પણ અપમાન છે. તે બદલ ભાજપે આખા દેશની માફી માગવી જોઈએ. લોકમાન્ય ટિળકે દેશમાં સ્વાતંત્ર્ય માટેની જ્યોત જગાવી હતી. તેમના જેવા મહાનુભાવને `આતંકવાદના પિતા' કહેવાની બાબત વખોડવાપાત્ર છે એમ ચવ્હાણે ઉમેર્યું હતું.
આ વિવાદને પગલે સ્ટુડન્ટ એડવાઇઝર પબ્લિકેશન પ્રા. લિમિટેડના અધિકારીએ જણાવ્યું છે કે પુસ્તકની આગામી આવૃત્તિમાં ભૂલને સુધારી લેવામાં આવશે. ભાષાંતરકારે આ ભૂલ કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer