બાબા રામદેવે લાલુને આપી યોગ કરવાની સલાહ : પુત્રના લગ્ન માટે પાઠવી શુભેચ્છા

બાબા રામદેવે લાલુને આપી યોગ કરવાની સલાહ : પુત્રના લગ્ન માટે પાઠવી શુભેચ્છા
નવી દિલ્હી, તા. 12 : યોગગુરૂ બાબા રામદેવે 6 અઠવાડીયાના પેરોલ ઉપર જેલમાંથી બહાર આવેલા રાજદના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને મળીને ખબર અંતર પુછ્યા હતા. આ સાથે બાબા રામદેવે લાલૂ પ્રસાદને પુત્ર તેજ પ્રતાપ યાદના લગ્ન માટે શુભકામના પણ આપી હતી. મુલાકાત બાબા રામદેવે લાલૂ પ્રસાદ યાદવ સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, તેઓએ લાલૂ પ્રસાદને જામીન માટે અભિનંદન આપ્યા હતા અને બિમારીમાંથી ઝડપથી બહાર આવવાની સલાહ આપી હતી. જેમાં લાલૂને અનુલોમ વિલોમ, કપાલભાતિ અને મંડૂકાસન કરવા કહ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer