આઈપીએલ : દિલ્હી સામે બેંગલોરનો પાંચ વિકેટે જ્વલંત વિજય

નવી દિલ્હી, તા. 12 : ઈન્ડિયન પ્રીમિયર લીગની 45મી મૅચમાં દિલ્હી ડેર ડેવિલ્સે નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટના ભોગે 181 રન કર્યા હતા. તેના જવાબમાં રોયલ ચેલેન્જર બેંગલોરે 19 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 187 રન કર્યા હતા. આમ રોયલ ચેલેન્જર બેંગલોરનો પાંચ વિકેટે વિજય થયો હતો.
અગાઉ બેંગ્લોરે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઊતરેલી દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન કર્યા હતા.
ડેરડેવિલ્સ વતી ઝડપી અર્ધસદી કરનાર ઋષભ પંતે 34 દડામાં પાંચ ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 61 રન કર્યા હતા. છેલ્લા દડા સુધી ક્રિઝ પર ટકી રહેલા અભિષેક શર્માએ માત્ર 19 દડામાં ત્રણ ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 46 રન ઝૂડયા હતા. ઐયરે 32, તો શંકરે અણનમ 21 રન સાથે યોગદાન આપ્યું હતું. માત્ર 16 રને બે વિકેટ ખોઇ દેનાર દિલ્હીની શરૂઆત નબળી રહ્યા બાદ ક્રિઝ પર આવેલા પંતે જામી જઇને સ્કોર બોર્ડને ગતિ આપી હતી. કોલકાતાએ પ્લેઓફની આશા જીવંત રાખી

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer