સ્મેશમાં ભૂલથી સેમિફાઈનલ ચૂક્યો : પ્રણોય

સ્મેશમાં ભૂલથી સેમિફાઈનલ ચૂક્યો : પ્રણોય
 
નવી દિલ્હી, તા. 17 : ભારતના સ્ટાર શટલર એચ.એસ. પ્રણોયને ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષ એકલ ક્વાટર ફાઈનલ મેચમાં ચીનના હુઆંગ હુક્સિયાંગ સામે હારનો સામનો કરવો પડયો હતો. અંતિમ 8ના આ મેચમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જોવા મળી હતી. છેલ્લે સ્મેશમાં ભૂલ સાથે મેચનું પરિણામ આવ્યું હતું. હુઆંગે એક કલાક અને 17 મિનીટના મેચમાં 22-20, 16-21, 21-23થી જીત નોંધાવી હતી. પ્રણયે હાર ઉપર નિરાશા વ્યક્ત કરી હતી અને સ્વિકાર્યું હતું કે, શોટમાં ભૂલને કારણે સેમિફાઈનલમાં જગ્યા બનાવી શક્યો નહોતો. પ્રણયે કહ્યું હતું કે, અમુક એવા મેચ હોય છે જેમાં તમે હકીકતમાં નથી જાણતા કે એક મહત્ત્વનો અંક લેવા માટે શું કરવું જોઈએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer