વિદેશી હૂંડિયામણની અનામત વધીને 421.487 અબજ ડૉલર થઈ


મુંબઈ, તા. 17 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 9મી માર્ચ, 2018ના 7289 લાખ ડૉલર વધીને 421.487 અબજ ડૉલરની થઈ હતી, એમ આરબીઆઈના ડેટા પરથી જાણવા મળે છે. વિદેશી ચલણની અસ્ક્યામતો જે આ અનામતમાં મુખ્ય હિસ્સો ધરાવે છે તે સૂચિત સપ્તાહે 6891 લાખ ડૉલર વધીને 396.331 અબજ ડૉલર થઈ હતી. આ એફસીએ મોટી કરન્સીઓ જેવી કે ડૉલર, યુરો, પાઉન્ડસ્ટર્લિંગ, જાપાનીસ યેન વગેરે જળવાઇ રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer