પીએનબી કૌભાંડ : 11 આરોપીઓને 28મી માર્ચ સુધી અદાલતી કસ્ટડી

  
મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : પંજાબ નેશનલ બૅન્કમાં કરોડો રૂપિયાના કૌભાંડ અંગે પકડાયેલા 11 આરોપીઓને આવતી 28મી માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ વિશેષ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ એસ. આર. તંબોલીએ આપ્યો છે.
સીબીઆઈએ આક્ષેપ કર્યો છે કે `ડાયમંડ કિંગ' નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ ઠગાઈ કરીને `એલ.ઓ.યુ.' અને લેટર અૉફ ક્રેડિટ મેળવ્યા હતા. તેની કિંમત 13,000 કરોડ રૂપિયા હતી. મોદીની પેઢીએ પીએનબી સાથે 6500 કરોડ રૂપિયા અને ચોક્સીની પેઢીએ 7080 કરોડની ઠગાઈ કરી છે.
આ પ્રકરણ અંગે સીબીઆઈએ મોદી અને ચોકસીની કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. આ ઠગાઈ અંગે પકડાયેલા મહત્ત્વના આરોપીઓમાં બૅન્કના ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ ગોકુલનાથ શેટ્ટી, સીગલ વિન્ડો ઓપરેટર મનોજ ખરાત, મોદીની કંપનીના અૉથોરાઇઝ્ડ સિગ્નેટરી હેમંત ભટ્ટ, બૅન્કના ફોરેક્સ ડિપાર્ટમેન્ટના તત્કાલીન ચીફ મેનેજર બેચ્ચુ તિવારીનો સમાવેશ થાય છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer