નાદુરસ્ત ભુજબળને જેલમાં કંઇ થશે તો જવાબદારી સરકારની

નાદુરસ્ત ભુજબળને જેલમાં કંઇ થશે તો જવાબદારી સરકારની
શરદ પવારે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર   મુંબઈ, તા.10  : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે આર્થિક કૌભાંડના કેસમાં છેલ્લાં બે વર્ષથી જેલમાં પુરાયેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા છગન ભુજબળની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરતો પત્ર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખ્યો છે. પવારે માગણી કરી છે કે 71 વર્ષના ભુજબળની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને યોગ્ય સારવાર મળે એ જરૂરી છે. જો યોગ્ય સારવારના અભાવે ભુજબળની તબિયત વધુ લથડશે કે તેમની સાથે કોઇ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, એવી ગર્ભિત ચેતવણી પણ પવારે આ પત્રમાં આપી છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer