`કૉટનગુરુ'' આઈએમસીના સંયુક્ત ઉપક્રમે ``કૉટન કૉન્કલેવ 2018'''' 13મી માર્ચે

જન્મભૂમિ ગ્રુપ અૉફ ન્યૂઝપેપર્સ મીડિયા પાર્ટનર    મુંબઈ,  તા. 10 : કૉટનગુરુ અને ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના સહયોગમાં તથા એમસીએક્સ દ્વારા સમર્પિત ``કૉટન કોન્કલેવ 2018''નું આયોજન મંગળવાર, 13 માર્ચે કરાયું છે. આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર જન્મભૂમિ ગ્રુપ અૉફ ન્યૂઝપેપર્સ છે.  અર્ધા દિવસની પરિષદ ચર્ચગેટમાંના ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરના બાબુભાઈ ચિનાઈ હૉલમાં સવારે 9.30થી બપોરના એક વાગ્યા સુધી કૃષિ ક્ષેત્રે મહત્તમ ઉપજ મેળવતા ખેડૂતોને આ પ્રસંગે ઍવૉર્ડ આપી નવાજવામાં આવશે.  આ પરિષદમાં ટૅક્સ્ટાઇલ ઉદ્યોગ અને ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ સૂચવી શ્વેતપત્ર પ્રસિદ્ધ કરવા વિષે ચર્ચા થશે. બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ સાથે વાર્તાલાપ પણ થશે.  આ પરિષદમાં કૉટન ઉદ્યોગના અગ્રણી સુરેશ કોટક, કેન્દ્રીય ટેકસ્ટાઇલ કમિશનર ડૉ. કવિતા ગુપ્તા, સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રા, ટીએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ અરવિંદ સિન્હા, સીસીઆઈના મૅનેજિંગ ડિરેક્ટર અલી રાણી, મહારાષ્ટ્રમાં મહત્તમ પાક મેળવનારા ખેડૂત અમૃત દેશમુખ, સીએઆઈના ઉપપ્રમુખ ભૂપેન્દ્ર સિંઘ, આઈએમસીના ઈઆરટીએફના ડિરેક્ટર જી. ચન્દ્રશેખર, ગુજરાતમાં વધુમાં વધુ પાક મેળવનારા ખેડૂત ઘનશ્યામ બારોટ, વર્ધમાન ટેક્સ્ટાઇલના ડિરેક્ટર આઈ. જે. ધૂરિયા, સ્ટેટ કમિશન ફૉર એગ્રીકલ્ચર ઍન્ડ પ્રાઇસના અધ્યક્ષ, એમએલસી, પાશાભાઈ પટેલ તથા સીઆઈટીઆઈના પ્રમુખ સંજય જૈન ઉપસ્થિત રહેશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer