પોલીસના સ્વાંગમાં યુગલોને સતાવતા શખસની ધરપકડ

મુંબઈ, તા. 10 : મરીન ડ્રાઈવ પોલીસે જાહેર ફરવાનાં સ્થળોએ આવતાં યુગલો અને શાળાના વિદ્યાર્થીઓની પોલીસના સ્વાંગમાં સતામણી કરતાં આરોપી મન્નન શેખની ધરપકડ કરી છે.  પોલીસના સ્વાંગમાં ફરવાનાં સ્થળે એક યુલગની કથિત સતામણી થઈ રહી હોવાની જાણ પેટ્રોલિંગ પોલીસને થતાં તેણે આરોપી શેખની ધરપકડ કરી હતી.  એક કિશોરના પિતાની ફરિયાદના આધારે શેખની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ એક છોકરાને પકડી ફરિયાદીને ફોન કરી જણાવ્યું હતું કે તમારો દીકરો અહીં ફરવાનાં સ્થળે ભટકી રહ્યો છે, તમે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશને આવીને છોડાવી જાઓ. ત્યારે જ બરાબર હું ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે એક પોલીસ કોઈ વ્યક્તિની પૂછપરછ કરી રહ્યો હતો.  ખરા પોલીસ અધિકારીએ આરોપીને આઈ કાર્ડ દાખવવાનું જણાવ્યું હતું ત્યારે આરોપીએ કાર્ડ ઘરે રહી ગયું હોવાનું જણાવ્યું હતું. આ સમયે ફરિયાદી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને ફોન કોલ વિશે જાણ કરી હતી.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer