શ્રી કોટ હિન્દુ ત્રી મંડળમાં હોળી નિમિત્તે ઉત્સવ સંપન્ન

શ્રી કોટ હિન્દુ ત્રી મંડળમાં હોળી નિમિત્તે ઉત્સવ સંપન્ન
અમારા પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 10?: મહિલાઓનાં કૌશલ્યને પ્રોત્સાહન આપવા તથા તેઓ સાથે મળીને તહેવારો તથા ઉત્સવોનો આનંદ માણી શકે તે આશયથી શરૂ કરવામાં આવેલા શ્રી કોટ હિન્દુ ત્રી મંડળ અને પુષ્પાબહેન શાહ જાગૃતિ મિલનમાં તાજેતરમાં હોળી નિમિત્તે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળપ્રમુખ કોકિલાબહેન અંબાણી, ઉપપ્રમુખ, મંત્રીઓ તથા સભ્યે ઉત્સાહથી સહભાગી થયાં હતાં.  હોળીનો મુખ્ય ઉદ્દેશ તમામ ભેદભાવથી પર થઇને સાથે મળીને પ્રેમથી રંગાઇ જવાનો હોય છે, એમ કહીને મંડળનાં જાગૃતિ મિલનનાં મંત્રી પારુલબહેન ગાંધીએ ઉપસ્થિતોને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. બીજલબહેન પારેખ તથા તેમના સાથીઓએ રસિયા તથા હોળીગીતોની રમઝટ બોલાવીને માહોલને મસ્તીભર્યો બનાવ્યો હતો. ફોર્ટની મદનમોહન હવેલીના ટ્રસ્ટી અજિતભાઇ તથા મીતાબહેને હોળી નિમિત્તે શ્રીનાથજીની આગવી ઝાંખીની સજાવટ કરી હતી. બાદમાં કોકિલાબહેન અંબાણીના હસ્તે મંડળનાં સૌથી વરિષ્ઠ સભ્ય મૃદુલાબહેન ગોહિલનું  હંસાબહેન પ્રવીણચંદ્ર ગાંધી આજીવન શ્રેષ્ઠ સેવા પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હંસાબહેન પ્રવીણચંદ્ર ગાંધી શ્રેષ્ઠ સેવા પુરસ્કાર ભારતીબહેન શાહને તથા નીનાબહેન નલીનકાન્ત કાપડિયા પ્રોત્સાહન પુરસ્કાર નીરૂબહેન શાહને કોકિલાબહેનના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer