સુરેશ દલાલની ઝલક શ્રેણીનાં 25 પુસ્તકોનું પુન: પ્રકાશન

સુરેશ દલાલની ઝલક શ્રેણીનાં 25 પુસ્તકોનું પુન: પ્રકાશન
મુંબઈ, તા. 10: ઇમેજ પબ્લિકેશન્સના ઉપક્રમે સુરેશ દલાલની ઝલક શ્રેણીનાં 25 પુસ્તકોનું એકસાથે પુન: પ્રકાશન થઈ રહ્યું છે. આ શ્રેણીસંપુટમાં ચિત્રલેખામાં 1992થી 2012 સુધી સતત પ્રકાશિત થયેલી સુરેશ દલાલની `ઝલક' કટારના ભાગ 1થી 23, ચૂંટેલા લેખોના સંચય `ઝલકવિશેષ' અને અવતરણોના સંચય `સ્વર્ણિમ ઝલક'નો સમાવેશ થાય છે. પ્રકાશન સૌજન્ય ભગવાનભાઈ કોટક પરિવારનું છે.  મંગળવાર, 20 માર્ચે ભારતીય વિદ્યા ભવન, ચોપાટી ખાતે રાત્રે 8.00 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં ચિત્રલેખા પરિવાર વતી પુસ્તકોનું વિમોચન મધુરીબહેન કોટક કરશે તથા પ્રાસંગિક વક્તવ્ય તંત્રી ભરત ઘેલાણી આપશે. અતિથિવિશેષ તરીકે વિદ્યાબહેન કોટક અને સુશીલા સુરેશ દલાલ ઉપસ્થિત રહેશે. આ અવસરે મોરારિબાપુ આશીર્વચન આપશે.  પ્રકાશન નિમિત્તે દેશ-પરદેશમાં જેના દસથી વધુ પ્રયોગ થયા છે તે `સુરેશની સાથે સાથે' કાર્યક્રમ રજૂ થશે. સુરેશભાઈ અને અન્ય સર્જકોની કૃતિઓનું પઠન, અભિનય અને સંગીતબદ્ધ રજૂઆત કલાકાર પાર્થિવ ગોહિલ, માનસી પારેખ-ગોહિલ, મીનળ પટેલ, ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરા, હિતેન આનંદપરા અને મુકેશ જોષી કરશે.  કાર્યક્રમની નિમંત્રણપત્રિકા સોમવાર 12 માર્ચે ઇમેજ પબ્લિકેશન્સ, 199, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-2 ખાતે સવારે 11.00થી મળશે. વધુ વિગત માટે સંપર્ક : 022-22001358.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer