સાહિત્ય સાંનિધ્ય આયોજિત અનોખી વાર્તા સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારોહ

મુંબઈ, તા. 10: `સાહિત્ય સાંનિધ્ય' અને `જન્મભૂમિ'ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી `અનોખી વાર્તા સ્પર્ધા'નો પુરસ્કાર વિતરણ સમારોહ રવિવાર, તા. 25/3/2018એ ચારથી છ વાગ્યા દરમિયાન મીઠીબાઈ કૉલેજ (વિલે પારલે)ના સેમિનાર હોલ ખાતે આયોજિત કરાયો છે.  સ્પર્ધાના નિર્ણાયકો જ સ્પર્ધક વિજેતાઓનાં નામ ત્યારે જ જાહેર કરશે. સર્વે સ્પર્ધકોને ત્યાં આવવાનું નિમંત્રણ છે. પુરસ્કાર ઉપરાંત જેમણે સ્પર્ધામાં ભાગ લીધો હોય તે સૌને પ્રોત્સાહન પુરસ્કાર ઉપરાંત અભિનંદન પત્ર આપવામાં આવશે.  આ સ્પર્ધા માટે આઠ પુરસ્કારો ગુજરાતી ભાષા વિકાસ સંગઠનનાં પ્રમુખ કિશોરભાઈ મહેતા તરફથી અપાશે.  આ કાર્યક્રમમાં ડૉ. હંસા પ્રદીપ દ્વારા સંપાદિત બે પુસ્તકોનું લોકાર્પણ (`પાંચ કથાનાયિકાઓની સ્વગાથા' અને `શ્વાસોનાં મોરપીંછ') લેખિકા ઇલાબેન આરબ મહેતાનાં હસ્તે થશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer