ફિલ્મોગ્રાફર્સના ઉપક્રમે નાશિકમાં યોજાઈ રહી છે ટેલેન્ટ હન્ટ સ્પર્ધા

મુંબઈ, તા. 10 : `િફલ્મોગ્રાર્ફ્સ' દ્વારા પુણ્યનગરી નાશિકમાં સાતમી ફેબ્રુઆરીથી પચીસમી માર્ચ દરમિયાન એક ટેલેન્ટ હન્ટ ઈવેન્ટનું આયોજન કરાયું છે. આ ક્ષેત્રે 10 વર્ષથી કાર્યરત ફિલ્મોગ્રાફર્સે ત્રણ મરાઠી ફિલ્મોનું નિર્માણ ર્ક્યું છે. નાશિકના આશાસ્પદ કલાકારોને પ્રોત્સાહિત કરવા અને ફિલ્મોગ્રાફર્સની આગામી છ ફિલ્મોમાં તેમને તક આપવાના ઉદ્દેશથી ટેલેન્ટ હન્ટનું આયોજન થયું છે. વર્તમાનમાં વીસથી વધુ વર્ષના કલાકારોનું `કોમેડિયન', `અવાજ', `િહરો' અને `હીરોઈન' એ ચાર કેટેગરી માટે ઓડિશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 450થી વધુ ઓડિશન થયા છે. 15મી માર્ચ સુધીમાં આ આંકડો 750ને પાર કરે એવી શક્યતા છે. અંતિમ સ્પર્ધા 24મી માર્ચે યોજાશે અને દરેક કેટેગરીમાંથી ત્રણ વિજેતાને નવાજવામાં આવશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer