અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ - માટુંગા-સાયન

મુંબઈ, તા. 10: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ- માટુંગા સાયન સંચાલિત કાનજી શિવજી જૈન ધર્મસ્થાનક સ્થાપના ઈ.સ. 1945માં લગભગ 73 વર્ષ પહેલાં કચ્છ બારોઈના નગરશેઠ કાનજી શિવજી કેનિયા પરિવારની સખાવતથી થઈ. તત્કાલીન આર્કિટેક્ટ ચુનીલાલ સંઘાણીએ આ ઉપાશ્રયની ડિઝાઇન તૈયાર કરી હતી.  સંઘના પાયાના પથ્થરમાં કાનજી શિવજી કેનિયા પરિવાર, વેલજી લખમશી નપ્પુ પરિવાર, વનમાળીદાસ ગુલાબચંદ ગંભીરચંદ ઉમેદચંદ શાહ, ગીરજાશંકર ઉમિયાશંકર મહેતા, દલીચંદ કરશનજી કામદાર, જયંતીલાલ અમૃતલાલ શાહ, પાનાચંદ ડુંગરશી તુરખીયા, ચંદુલાલ લક્ષ્મીચંદ શાહ, જશવંતલાલ શાંતીલાલ શાહ, રાવબહાદુર વીરજી ડાહ્યાભાઈ, ઝવેરચંદ રાઘવજી સંઘરાજકા મહાસુખલાલ શિવલાલ શેઠ, રામજી અંદરજી શેઠની કોઠાસૂઝ અને ધર્મ પ્રત્યેના અનુરાગ થકી સંઘને માતબર અને અગ્રેસર ઉપાશ્રય તરીકેની ખ્યાતિ અપાવી.  સંઘ આજે ધાર્મિક, તબીબી, શૈક્ષણિક, સામાજિક અને કેળવણી ક્ષેત્રે પણ લગભગ 24 વિભાગોથી કાર્યરત છે. જેમાં મુખ્યત્વે માટુંગા તથા સાયનના જૈન ઉપાશ્રય હેઠળ આયંબીલ ખાતા, જૈન શાળા, પૌષધશાળા, સાધાર્મિક સહાયતા, તબીબી ક્ષેત્રે સાર્વજનિક દવાખાનું, એક્સ રે વિભાગ, મેડિકલ રાહત યોજના, સોનોગ્રાફી, ફિઝિયોથેરપી, પેથોલૉજી, દંત વિભાગ વગેરે ચલાવે છે.  કેળવણી ક્ષેત્રે લોન સ્કોલરશિપ યોજના તથા સામાજિક ક્ષેત્રે પુસ્તકાલય, હુન્નર શાળા, અનાજ રાહત છે. શ્રી સંઘ સંચાલિત રામવાડી કિફાયતી દરે સામાજિક પ્રસંગો માટે આપવામાં આવે છે.  મૂળભૂત રીતે ધાર્મિક સંસ્થા હોવા છતાં સમાજના દરેક પાસાની જરૂરિયાતને આવરી લેતી સંસ્થા છે. પ્રવર્તમાન પ્રમુખ ન્યાલચંદભાઈ સંઘરાજકા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ શાહ તથા મંત્રીઓ નિશિતભાઈ તુરખિયા, આશિષભાઈ શેઠ તથા મુકેશભાઈ વોરા સંઘની પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer