દેવકરણ મેન્શનના શ્રી અજિતનાથ દેરાસરની 101મી સાલગીરી ઊજવાઈ

દેવકરણ મેન્શનના શ્રી અજિતનાથ દેરાસરની 101મી સાલગીરી ઊજવાઈ
મુંબઈ, તા. 10?: મુંબઈ મહાનગરે પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ નજીકના દેવકરણ મેન્શનમાંના શ્રી અજિતનાથ દેરાસરની 101મી સાલગીરીના પાવન પ્રસંગે ત્રિદિવસીય જિનેન્દ્ર ભક્તિ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાસનસમ્રાટ સમુદાયના પૂ. આચાર્ય ભગવંત શ્રી રાજહંસ સુરીશ્વરજી મહારાજની નિશ્રા મળી હતી. આ મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજ્ય શ્રીનું સામૈયું, ત્યારબાદ `ભક્તિથી મુક્તિ' વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં અતુલભાઈ દાઢી એ પ્રભુભક્તિના પ્રભાવની વાતો કરી હતી. સાથે કાર્યક્રમને રસમય બનાવવા મહાવીરભાઈ શાહે સ્તવનો- ભક્તિગીતો સાથે ભક્તિ કરાવી.  બીજા દિવસે દેરાસરની સાલગીરીના દિવસે વહેલી સવારે વિવિધ ઔષધિથી મુક્ત વર્ધમાન શક્રસ્તવના પાઠ સાથે પ્રતિમાજીનો અભિષેક થયો હતો. ત્યાર બાદ સૌ પ્રથમવાર ભણાતું `અજિત શાંતિ પૂજન' મહાવીર ભાઈના કંઠે કરવામાં આવ્યું તથા રાત્રિ ભાવનામાં પારસભાઈ ગડાએ ભક્તિ કરાવી.  ત્રીજા દિવસે પ્રભુમિલનનો કાર્યક્રમ યોજાયો હતો.  ગત વર્ષે શતાબ્દી વર્ષની ઉજવણી ધામધૂમથી થઈ હતી. ત્યાર બાદ 101મી સાલગીરીની ઉજવણી ફાગણ સુદ પૂનમથી ફાગણ સુદ બીજ તારીખ 1-3-18થી 3-3-18 દરમિયાન પાર પડી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer