ભારતમાં સોનાનું ડિસ્કાઉન્ટમાં વેચાણ; અન્યત્ર ખરીદી માટે વધતો રસ

મુંબઈ, તા. 10 : સતત ચોથા સપ્તાહ માટે માગ સુસ્ત રહેતા ભારતમાં સોનું ડિસ્કાઉન્ટમાં લેવાઈ રહ્યું છે. જ્યારે સતત ત્રીજા સપ્તાહમાં ભાવ ઘટતાં અન્યત્ર એશિયામાં તેમાં ખરીદી વધી છે.  ભારતમાં ઘણા વપરાશકારો તેઓનો આગોતરો ટેક્સ ચૂકવવાની કામગીરીમાં વ્યસ્ત છે. હવે આ મહિના ચાલુ નાણાકીય વર્ષનો આખરી મહિનો છે. તેઓએ મહિનો પૂરો થવા પહેલા ટેક્સ ભરી દેવાનો હોય છે.  ભારતમાં ડીલરો તેના ઘરઆંગણેના સત્તાવાર ભાવ કરતાં ઔઇસદીઠ 3 ડૉલરના ડિસ્કાઉન્ટે અૉફર કરી રહ્યા છે જે ગયા સપ્તાહે બે ડૉલરના પ્રીમિયમે વેચાતું હતું.  સોનામાં રિટેલ માગ અત્યંત નબળી છે. ભાવ ઘટયા છતાં વપરાશકારો ખરીદી માટે ઓછો રસ દાખવી રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનામાં 10 ગ્રામદીઠ રૂા. 30,405ના ભાવે વેપાર થતા હતા જે ગયા મહિને 15 માસની ઊંચાઈએ એટલે રૂા. 30,839ને સ્પર્શ્યું હતું.  હવે લગ્નગાળો અને અક્ષયતૃતીયા તેમ જ ગૂડીપડવા જેવાં તહેવારોમાં સોનાની માગ વધી શકે છે.  દરમિયાન ચીનમાં સપ્તાહના મધ્યગાળામાં સોનામાં સારો ઉપાડ રહ્યો હતો અને સોનું તેના બેન્ચમાર્ક ભાવ પર 6થી 8 ડૉલરના પ્રિમિયમે વેચાયું હતું. જે ગયા સપ્તાહની તુલનામાં 8-10 ડૉલર ઓછા ગણાય.  બેન્ચ માર્ક સ્પોટ ગોલ્ડ ભાવ સતત ત્રીજા સપ્તાહમાં ઘટયા હતા. ડૉલર યેન સામે મજબૂત બોલાયો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer