મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમમાં ફેબ્રુઆરીમાં રૂા. 21,000 કરોડનો ઘટાડો

નવી દિલ્હી, તા. 10 : ડેટ સેગમેન્ટમાંથી પાછાં ખેંચાયેલાં રોકાણને પગલે ફેબ્રુઆરીના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો એસેટ બેઝ રૂા. 21,000 કરોડથી ઘટી રૂા. 22.2 લાખ કરોડ રહ્યો હતો.  તો તેનાથી વિપરીત જાન્યુઆરીના અને મ્યુ. ફંડ ઉદ્યોગની એયુએમ રૂા. 22.41 લાખ કરોડના વિક્રમ સ્તરે નોંધાઈ હતી, એમ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડામાં જણાવાયું છે. એસેટ બેઝમાં  થયેલા ઘટાડા માટે ઉદ્યોગ નિષ્ણાતોએ સમીક્ષાના સમયગાળા દરમિયાન એકંદરે મ્યુ.ફંડ સેગમેન્ટમાં નોંધાયેલા નીચા રોકાણને જવાબદાર લેખાવ્યું છે. જાન્યુઆરીના રૂા. 1.06 લાખ કરોડની તુલનામાં ફેબ્રુઆરીમાં રોકાણકારોએ મ્યુ.ફંડ સ્કીમ્સમાં ફેબ્રુઆરીમાં માત્ર રૂા. 12,000 કરોડનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત ગોલ્ડ એકસ્ચેન્જ ટ્રેડેડ ફંડસ (ઇટીએફ)માંથી પણ સમીક્ષાના સમયગાળા દરમિયાન રૂા. 94 કરોડનું રોકાણ પરત ખેંચાયું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer