નબળાં લિસ્ટિંગ છતાં આ મહિના માટે છ આઈપીઓ કતારમાં

મુંબઈ, તા. 10 : નવો કેપિટલ ગેઈન્સ ટેક્સ અમલી બને તે પહેલા ઘણી કંપનીઓ પબ્લિક ઇસ્યૂ લાવવા કતારમાં ઊભી રહી છે. જોકે, નવા લિસ્ટિંગ્સની કામગીરી આ વર્ષે કંઈક નિરુત્સાહી જણાઈ છે. તેનું કારણ બૅન્કિંગ કૌભાંડની અસરે સેકન્ડરી માર્કેટની નરમાઈ ગણાવાય છે.  લગભગ અડધો ડઝન કંપનીઓને તેના આઈપીઓ 2018માં લોન્ચ કર્યા હતા તે તેના ઇસ્યૂ ભાવથી સરેરાશ 1.6 ટકા ઊંચા રહ્યા છે. વધુમાં આ કંપનીઓના શૅર્સ તેની ઊંચાઈએથી સરેરાશ 18 ટકા નીચા ઉતરી ગયા છે. આમાં લિસ્ટિંગનો નબળો ટ્રેન્ડ શુક્રવારે પણ ચાલુ રહેલો જણાયો. જેમાં એચજી ઇન્ફ્રા અન્જિનિયરિંગનો શૅર્સ તેના ઇસ્યૂભાવથી નીચે ઘટી ગયો હતો. એનએસઈ પર તેનો શૅર 1.6 ટકા ઘટીને બંધ રહ્યો હતો. જે એક તબક્કે 7 ટકા ઘટયો હતો.  આમ શૅરોની ઝમકવિહોણી કામગીરીની રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર રહી શકે છે. ઓછામાં ઓછી છ કંપનીઓ કુલ મળીને રૂા. 100 અબજ ડૉલર ઊભા કરવા ધારે છે તેઓ તેના આઈપીઓ આગામી સપ્તાહોમાં લાવવાની ધારણા રાખે છે. જેમાં બંધન બૅન્ક, ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને રેસ્ટારન્ટ ચેઈન બાર્બેકયુ એન્ટિટીઝ રહી છે. બે સરકારી માલિકીની ભારત ડાયનામિક્સ અને હિંદુસ્તાન એરોનેટીકસ તેઓનો પ્રથમ ઇસ્યૂ આગામી સપ્તાહમાં આણી રહી છે. આમ તો એવો ઉત્તમ સમયગાળો ન હોવા છતાં કેટલીયે કંપનીઓ આ મહિને તેનો આઈપીઓ લાવવા વિચારે છે. આ મહિને આઈપીઓ માટે દોડધામ માટેના કારણોમાં નવો 10 ટકા લોન્ગટર્મ કેપિટલ ગેઈન્સ જે પહેલી એપ્રિલના અમલમાં આવે છે તે પહેલા ઇસ્યૂઓ લોન્ચ કરવા માગે છે.  અત્રે યાદ રાખવાનું કે એમજી ઇન્ફ્રા પૂર્વે પાંચ કંપનીઓ આ વર્ષે લિસ્ટેડ થઈ છે તે તેના ભાવ ઊંચા મથાળેથી સરેરાશ 20 ટકા નીચા ઉતરી ગયા છે. આમ તો બજારમાં પૂરતી પ્રવાહિતા છે અને મોટા સંસ્થાકીય રોકાણ પર કંપનીઓના ઇસ્યૂઓ સફળતાથી પાર પડશે એવો વિશ્વાસ એક બૅન્કરે વ્યક્ત કર્યો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer