સીધાવેરાની વસૂલાત 11 માસમાં 19.5 ટકા વધીને રૂા. 7.44 લાખ કરોડ થઈ

નવી દિલ્હી, તા. 10 : ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ફેબ્રુઆરી મહિનાના સમયગાળા દરમિયાન દેશમાં સીધાવેરાની વસૂલાત 19.5 ટકા વધીને રૂા. 7.44 લાખ કરોડની થઈ હતી. હકીકતમાં કૉર્પોરેટ વેરાની વસૂલાતમાં મજબૂત ઉછાળાએ સીધાવેરા પર તેજી જોવાઈ હતી.  સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2018-19માં આપવામાં આવેલા સુધારેલા અંદાજ પ્રમાણે વર્ષ દરમિયાન રૂા. 10.05 લાખ કરોડની વસૂલાતના લક્ષ્ય સાથે ચોખ્ખી પ્રત્યક્ષ વેરાની વસૂલાત 74.3 ટકાનો હિસ્સો દર્શાવે છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી 2018 સુધીમાં પ્રત્યક્ષ વેરાની વસૂલાતના ઔપચારિક આંકડા દર્શાવે છે કે ચોખ્ખી વસૂલાત રૂા. 7.44 લાખ કરોડની છે. જે પાછલા વર્ષના સમાનગાળા દરમિયાન કરવામાં આવેલી વસૂલાતની સરખામણીએ 19.5 ટકાનો વધારો દર્શાવે છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer