ઓવરડીહાઈડ્રેશન પણ ગંભીર સમસ્યા છે

ઓવરહાઈડ્રેશન એટલે પ્રવાહીનું અસંતુલન. તમારી કિડની પ્રવાહીને બહાર કાઢી શકે એના કરતાં વધુ પ્રવાહી શરીરમાં એકઠું થવા લાગે ત્યારે અૉવરહાઈડ્રેશન થાય છે. વધુ પડતું પાણી પીવાથી અથવા એને કાઢવાનો રસ્તો ન હોય તો પાણીનું સ્તર વધી જાય છે. એ રક્તમાં રહેલા ખનિજતત્ત્વોને મંદ કરી  દે છે.   એ પણ યાદ રાખવું મહત્ત્વનું છે કે પાણીની જરૂરિયાત ત્રી-પુરુષ, વય, વાતાવરણ, પ્રવૃત્તિ અને તંદુરસ્તી પ્રમાણે જુદી હોય છે. એટલે કેટલું પાણી પીવું જોઈએ એ માટે કોઈ ચોક્કસ ફોર્મુલા નથી. સામાન્ય પરિસ્થિતિઓ, દા.ત. અત્યંત ગરમી, પ્રવૃત્તિ વધી જાય ત્યારે અને તાવ જેવી માંદગીમાં સરેરાશ કરતાં વધુ પાણી પીવું જોઈએ.  સ્વસ્થ વ્યક્તિમાં પેશાબનો રંગ, શરીરમાં હાઈડ્રેશનનું સ્તરનું સારું સૂચક છે. પેશાબનો રંગ ઝાંખો પીળો-લીંબુના શરબત જેવો હોય તો એ સારું કહેવાય. ઘેરા રંગનો પેશાબ તમને વધુ પાણીની જરૂર હોવાનું સૂચવે છે. રંગ વગરનો પેશાબ તમે અૉવરહાઈડ્રેટ હોવાનું  સૂચવે છે.  કેટલીક પરિસ્થિતિ અને દવાઓથી ઓવરહાઈડ્રેશન થઈ શકે  જેની લીધે શરીરમાં પ્રવાહીનો ભરાવો થવા લાગે જેમાં કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોર, લિવરના રોગ, કિડનીની સમસ્યાઓ, અયોગ્ય મૂત્રવર્ધક દવાઓ, નોનસ્ટેરોઈડ ઍન્ટિઈન્ફ્લેમેટરી દવાઓ તથા અનિયંત્રિત ડાયાબિટીસનો સમાવેશ થાય છે.  આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શરીરમાંથી પ્રવાહી ઘટી જાય તો પાણી પીવું જોઇએ. મોટાભાગે પરસેવા અને પેશાબ દ્વારા શરીરમાંથી પ્રવાહી નીકળી જાય છે. પૂરતું પાણી પીવાથી આપણા શરીરનું તાપમાન જળવાઈ રહે છે, ત્વચા સ્વસ્થ રહે છે, કિડની સ્વચ્છ રહે છે અને કબજિયાત થતી નથી. ઉપરાંત એ ભૂખ પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે.  ઉનાળાના દિવસોમાં તાપમાન વધી જાય ત્યારે પરસેવો વધુ થાય છે અને આપણને વધુ પાણી પીવાની ઈચ્છા થાય છે. પરંતુ વધુ એટલે કેટલું? ઘણાં લોકો પાણીની મોટી મોટી બોટલ ભરીને ઘરેથી નીકળતા હોય છે. એ તંદુરસ્તીની દૃષ્ટિએ કેટલું સારું?  આપણે અૉવરહાઈડ્રેટ ન થઈ જઈએ એ પણ મહત્ત્વનું છે જે œ ડીહાઈડ્રેશનથી બિલકુલ વિપરિત છે. મોટાભાગના લોકો ડીહાઈડ્રેશનવિશે જાણે છે, કારણ કે એ સામાન્ય છે.  `અૉવરહાઈડ્રેશન' જે વોટર ઈનટોક્સિકેશન અથવા વોટર પોઈઝનિંગ તરીકે પણ ઓળખાય છે જેમાં તમારા શરીરમાં પ્રવાહીનું સ્તર ઘણું વધી જાય છે જે તમારા શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન ખોરવી નાખવા પૂરતું છે. શરીરમાં પ્રવાહીનો ભરાવો થવા માટે હૃદયરોગ, લિવર અથવા કિડનીના રોગ પણ જવાબદાર હોઈ શકે. ઉપરાંત આપણે વધુ પડતું પાણી પીતાં હોઈએ ત્યારે પણ અૉવરહાઈડ્રેશન થઈ શકે. આથી જ આપણે ચોક્કસ કેટલું પાણી પીએ છીએ એના પર નજર રાખવી જરૂરી છે.  ધ્યાનમાં રાખવા જેવી બાબતો  શરીરમાંથી જેટલું પાણી નીકળી જાય એના કરતાં વધુ પાણી ન પીઓ. જો તમે વારેઘડીએ પાણી પીતા હો તો હાઈડ્રેશનનું સ્તર નક્કી કરવા પેશાબનો રંગ તપાસો. જો પેશાબ હળવા પીળા રંગનો હોય તો એ સામાન્ય કહેવાય. ઘેરા રંગનો હોય તો તમારે વધુ પાણીની જરૂર છે પરંતુ તમારો પેશાબ ક્લિયર હોય તો તમે કદાચ વધુ પડતું પાણી પીતા હશો.  અૉવરહાઈડ્રેશનના કેટલાક સામાન્ય ચિહ્નોમાં ગુસ્સો, ઊબકા, ઊલટી, થાક, માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. શરીરમાંથી સોડિયમ નીકળી જવાથી એમ થતું હોય છે. પોટેશિયમ ઘટી જવાથી ખેંચ આવી શકે જેને લીધે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે અને પેરેલિસિસ પણ થઈ શકે.   ગંભીર અૉવરહાઈડ્રેશનને કારણે શરીરના કોષમાં સોજો આવી શકે જેને લીધે મગજમાં પ્રેશર વધી જાય અને એને લીધે આંચકી આવી શકે, વ્યક્તિ કોમામાં જઈ શકે કે મૃત્યુ પણ થઈ શકે.  અૉવરહાઈડ્રેશન થતું અટકાવવા શું કરવું? તમે દિવસના આઠ ગ્લાસથી વધુ પાણી પીતા હો તો એનું પ્રમાણ ઘટાડો. આ આઠ ગ્લાસમાં જ ચા-કોફી, સોડા, જ્યૂસ, સ્પોર્ટ્સ ડ્રિન્ક, સૂપ, આઈસ ટી અને અન્ય પીણાં પણ આવી જાય છે.  અૉવરહાઈડ્રેશન ભલે ડીહાઈડ્રેશનજેટલું સામાન્ય ન હોય પરંતુ જોખમોથી અવગત રહેવું મહત્ત્વનું છે. પાણીના પ્રમાણ પર નજર રાખો અને સુરક્ષિત રહો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer