નડિયાદ કિડની હૉસ્પિટલનાં 40 વર્ષની ઉજવણી

નડિયાદ કિડની હૉસ્પિટલનાં 40 વર્ષની ઉજવણી
મૂળજીભાઇ પટેલ સોસાયટી ફોર રિસર્ચ ઈન નેફ્રો-યુરોલોજી અને જયરામદાસ પટેલ એકેડેમિક સેન્ટર (જેપીએસી)ના ઉપક્રમે મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હૉસ્પિટલ (નડિયાદ કિડની હૉસ્પિટલ)ની 40મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રવિવાર, 18મી માર્ચે સાંજે પાંચ વાગ્યે અમદાવાદમાં રાજપથ ક્લબ રોડ, વિક્રમ નગર સ્થિત પં. દિનદયાળ ઉપાધ્યાય અૉડિટોરિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.  આ પ્રસંગે પ્રેમ જોશુઆ અને તેમના બેન્ડનો સંગીત કાર્યક્રમ પણ યોજાશે. જર્મનીના પ્રેમ જોશુઆ મલ્ટિ-ઈન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ અને કંપોઝર છે. યુરોપીય સંગીત બાદ તેમણે ભારતીય સંગીતમાં પણ ખેડાણ ર્ક્યું છે તથા સિતારવાદક ઉસ્તાદ ઉસ્માન ખાન સહિત અનેક સંગીતજ્ઞો પાસે તાલીમ લીધી છે. મુંબઈ, દિલ્હી સહિત વિશ્વના અનેક દેશોમાં તેમના કાર્યક્રમ યોજાયા છે અને શ્રોતાજનો પૂર્વીય પરંપરા સાથે પશ્ચિમી સંગીતના સમન્વયને માણે છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer