બૅન્ક અૉફ મહારાષ્ટ્રમાં સાડા નવ કરોડ રૂપિયાનું લોન કૌભાંડ

મુંબઈ, તા. 24 : હવે બૅન્ક અૉફ મહારાષ્ટ્રનું એક લોન કૌભાંડ બહાર આવ્યું છે. આ પ્રકરણે બૅન્ક અૉફ મહારાષ્ટ્રે સીબીઆઈ સમક્ષ ઉદ્યોગપતિ અમિત સિંઘ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. સિંઘના આશીર્વાદ ગ્રુપ અૉફ કંપનીએ બૅન્કમાંથી સાડા નવ કરોડની લોન લીધી હતી, પરંતુ લોન ભરપાઈ ન થતાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. આશીર્વાદ ચેનના માલિક અને દિલ્હીના બિઝનેસમેન અમિત સિંઘ, તેના પિતા રોશનલાલ અને માતા સુમિત્રા દેદી આ કાંડના આરોપી છે. લોન મેળવવા બનાવટી દસ્તાવજો રજૂ કરાયા હોવાની બૅન્કની ફરિયાદ છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer