માત્ર એક જ સેકંડમાં ત્રણ ફિલ્મ ડાઉનલોડ થઈ જશે !

નવી દિલ્હી, તા. 24 : ભારતના દૂરસંચાર જગતમાં મે મહિનાથી એક ઐતિહાસિક બદલાવ થવા જઇ રહ્યો છે. જીસેટ-11 ઉપગ્રહ લોન્ચ થવાના કારણે મે માસથી માત્ર એક સેકંડમાં જ એક-એક જીબીની ત્રણ ફિલ્મો ડાઉનલોડ થઇ શકશે.  અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા સફળતા- પૂર્વક નિર્મિત ભારતનો સૌથી મોટો અને વધુ 5700 કિલો વજનવાળો આ જીસેટ-11 ઉપગ્રહ ફ્રાન્સની અવકાશ એજન્સી એરિયન દ્વારા લોન્ચ કરાશે.  મે માસ પછી કેબલ, ડિશ અને ઇન્ટરનેટના તારની મદદ વગર સેટેલાઇટ જીસેટ-11ની મદદથી ડેટા મોકલવાની ગતિ પણ ભારે વધી જશે.  આશ્ચર્ય પમાડે તેવી હકીકતો એ છે કે ડેટા મોકલવાની ગતિ એક સેકંડમાં 14 જીબીની થઇ જશે.  જીસેટ-11 પ્રોગ્રામને 2009માં સરકારે મંજૂરી આપી હતી. આ ઉપગ્રહના લોન્ચિંગ પર ભારત સહિત દુનિયાભરના દેશોની નજર મંડાઇ છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer