લોસ એન્જલસનાં મંદિરોમાં મહાશિવરાત્રિની ઉજવણી

લોસ એન્જલસનાં મંદિરોમાં મહાશિવરાત્રિની ઉજવણી
લોસ એન્જલસ, તા. 24 : `મહાશિવરાત્રી''ના રોજ લોસ એન્જલસનાં મંદિરો `અૉમ નમ: શિવાય'ના ઉદ્ઘોષથી ગુંજી ઉઠયાં હતાં. પ્લસેન્શિયાસ્થિત રાધા-રમણ વૈદિક ટેમ્પલમાં મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે ભાવિકોએ ભજન, ગીત, સંગીત સાથે ધૂન બોલાવી હતી. આ પ્રસંગે રૂદ્રાભિષેકનું આયોજન પણ કરાયું હતું. દીપક પટેલ તરફથી ઠંડાઈ અને મહાપ્રસાદની વ્યવસ્થા શારદાબેન આત્મારામ પટેલ તરફથી કરવામાં આવી હતી. આખો દિવસ ભાવિકોએ અભિષેકનો લાભ લીધો હતો.  લગભગ 350 ભક્તો ઉજવણીમાં સહભાગી થયા હતા. મંદિરના મહંત રાધુનંદન પ્રભુ અને કેશવદાસે કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.  નોર્વોકસ્થિત રાધાકૃષ્ણ મંદિરમાં પણ ભાવિક ભક્તોને મંદિરના મહંત ભરતભાઈ રાજગોર તથા નલિનીબેન રાજગોરે વિધિ-વિધાનપૂર્વક શિવલિંગનું પૂજન તથા અભિષેક કરાવ્યા હતા. (માહિતી : નટુભાઈ પટેલ અને તસવીર : કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા)--   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer