અમેરિકાએ ઉત્તર કોરિયા પર સૌથી વધુ કડક પ્રતિબંધ લાદ્યા : તંગદિલી વધવાના અણસાર

વાશિંગ્ટન તા.24 અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા પર અત્યાર સુધીના સૌથી વધુ કડક પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાના આ નિર્ણયથી એ સ્પષ્ટ થાય છે કે તે પ્યોંગયાંગની વિરુદ્ધ દબાણની નીતિ રણનીતિને ઘટવા નહીં દ્યે.ટ્રુમ્પનો આ નિર્ણય ઓલિમ્પિક સમતગમતની સમાપ્તિ વેળાએ લેવાયો હતો.  વ્હાઇટ હાઉસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રુમ્પે જણાવ્યું હતું કે ' હું એ જાહેર કરું છું કે હું ઉત્તર કોરિયા ઉપર આજ સુધીના સૌથી કડક પ્રતિબંધ લાદવા જઇ રહ્યો છું.' અમેરિકાએ ઉત્તર કોરિયામાં રજીસ્ટર્ડ 6 દેશોની 27 શાપિંગ કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં ચીનનું પણ નામ સામેલ છે.તેમનું માનવું છે કે આ શાપિંગ કંપનીઓ ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલ્લ પ્રતિબંધથી બચાવવામાં મદદ કરી રહી છે. અમેરિકાએ રિફાઇન્ડ ઇંધણ અને કોલસાની નિકાસ પર રોક્ લગાવી દીધી છે.જોવાની વાત એ છે કે ટ્રમ્પે આ જાહેરાત એ સમયે કરી કે જ્યારે તેમની પુત્રી ઇવાન્કા સાઉથ કોરિયામાં ઓલિમ્પિક રમતોના સમાપ્તિ સમારંભમાં ભાગ લેવા ત્યાં પહોંચી હતી.ઇવાન્કા અમેરિકન પ્રતિનિધીમંડળની આગેવાની લેવા પહોંચી છે.  ટ્રુમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની તંગદિલી વધુ એક વખત વધવાના અણસાર છે.અમેરિકાએ આની પહેલા પણ ઉત્તર કોરિયા ઉપર પ્રતિબંધ લગાવ્યા હતા.  ટ્રુમ્પે જુન અને ઑગષ્ટ માસમાં ઉત્તર કોરિયાના મિસાઇલ કાર્યક્રમોમાં મદદ કરતી રશિયન અને ચીની કંપનીઓ ઉપર પ્રતિબંધની જાહેરાત કરી હતી.પણ આ કાર્યવાહિ બાદ કોરિયન દ્વિપમાં ફરી એકવખત યુદ્ધની સ્થિતિ પેદા થવાની સંભાવના જાગી છે.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer