''19 સુધીમાં 80થી 90 ટકા ગંગા શુદ્ધ થઈ જશે : ગડકરી

નવી દિલ્હી, તા. 24: કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઈટી ગ્લોબલ બિઝનેસ સમિટ 2018ને સંબોધતાં જાહેર પરિવહન સુધારણાથી લઈ ગંગાની સફાઈ સુધી અનેક મુદ્દાની છણાવટ કરી હતી. સરકારી પરિયોજનાઓ અને પ્રયાસોથી જલ્દીથી ગંગા સ્વચ્છ દેખાવા લાગશે, બલકે '19 સુધી 80થી 90 ટકા ગંગાની સફાઈ થઈ જશે. ગંગાની સફાઈના હેતુસર 189 પ્રોજેકટ હાથ ધરાયા, જેમાંના 41 પૂરા થઈ ચૂકયા છે. ગંગાના કિનારે દસ હજાર છોડ વાવવામાં આવશે એમ જણાવી ગડકરીએ ઉમેર્યુ હતું કે ગંગા બેન્ક બનાવવા સરકારે રૂ. 3 હજાર કરોડ ખર્ચવા પ્રતિબદ્ધ છે. દેશની નદીઓને સાફ રાખવા માટેના સાગરમાલા પ્રોજેકટ હેઠળ રૂ. 16 લાખ કરોડના બજેટની ફાળવણી થઈ છે. વીસ હજાર કિમી સુધી વિસ્તરેલો ભારતનો જળમાર્ગ આપણી બહુ મોટી તાકાત છે.  ગંગા કિનારે વસેલા દસ ઔદ્યોગિક નગરો ગંગામાંના પ્રદૂષણ માટે પ્રમુખપણે જવાબદાર છે એવી ટકોર કરતા ગડકરીએ જણાવ્યુ હતું કે કાનપુરનો રેકર્ડ સૌથી ખરાબ છેં.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer