નવા સપ્તાહમાં ખરીદી આગળ વધવાની શક્યતા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી  `જન્મભૂમિ પ્રવાસી' મુંબઈ, શનિવાર  નવા સપ્તાહે પણ નિફ્ટી સકારાત્મક ખૂલશે અને સ્થિર લેવાલી જોવા મળશે, 10,430નું સ્તર તેમ જ 10,620ના સ્તરને નિફ્ટી સ્પર્શે એવી શક્યતા છે. સૂચકાંકો છેલ્લા ત્રણ અઠવાડિયાના ઘટાડા બાદ તેજીમાં આવ્યા છે. ચાર્ટના હિસાબે સૂચકાંકમાં બુલિશ કેન્ડલ છે જે તેજીના એંધાણ દર્શાવે છે. નિફ્ટી 10430ના ઝોનની બહાર આવશે તો 10,550 અને એ પછી 10,620ના સ્તરને સ્પર્શી શકે છે, જ્યારે નીચામાં 10,400 અને 10,333ના સ્તર સુધી સપોર્ટ મળી શકે છે. એ જ રીતે ઓપ્શનમાં ઓપન ઈન્ટરેસ્ટ 10400 જ્યારે મહત્તમ કોલ ઓપન ઈન્ટરેસ્ટ 10,700 એ પછી 10,500 અને 11,000ને સ્પર્શી શકે છે. ટૂંકા ગાળામાં કોલ અને પૂટ ઓપ્શન્સમાં કામકાજ વધી શકે છે અને ઓપ્શન બેન્ડમાં ટ્રેડિંગ 10300 અને 10650ની વચ્ચે રહી શકે છે.  આ અઠવાડિયા ઈન્ડિયા વીઆઈએક્સ 13 ટકાથી પણ વધુ ઘટયો હતો.  બૅન્ક નિફ્ટી છેલ્લા છ સત્રમાં સતત ઘટી 300થી પણ વધુ પોઈન્ટ્સ નીચો ગયો છે. જો સૂચકાંકો વધશે તો કેન્ડલ ચાર્ટ મુજબ 25,500 અને 25,750 જ્યારે નીચામાં 25,000 અને 24,750 સુધી જશે.   નિફ્ટી ફ્યુચર્સ 1.13 ટકા વધી 10,507 ઉપર બંધ રહ્યો હતો. માઈન્ડટ્રી, હેક્સાવેર, બીઈએલ, આઈડીબીઆઈ બૅન્ક, વેદાંત, જૈન ઈરિગેશન, આઈજીએલ, તાતા એલેક્સી, બ્રિટાનિયા અને ટેક મહિન્દ્રામાં લોન્ગ પોઝીશન જોવા મળી હતી, જ્યારે સિમેન્સ, એશિયન પેઈન્ટ્સ અને પીએનબીમાં શોર્ટ પોઝીશન જોવા મળી હતી.  જ્યારે સેન્સેક્ષ આગલા સપ્તાહના 34,010.76થી 131.39 પોઈન્ટ્સ (0.39 ટકા) વધ્યો હતો. બીએસઈ -100 સૂચકાંક 0.17 ટકા, બીએસઈ-200 સૂચકાંક 0.25 ટકા, બીએસઈ-500 સૂચકાંક 0.17 ટકા અને બીએસઈ આઈપીઓ 1.37 ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મિડકૅપ સૂચકાંક 0.24 ટકા, બીએસઈ સ્મોલકૅપ સૂચકાંક 0.22 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ સૂચકાંક 3.02 ટકા ઘટયા હતા.    સપ્તાહના અંતે બીએસઈમાં સૌથી વધુ આઈટી ઈન્ડેક્સ 3.35 ટકા વધ્યો હતો, જ્યારે ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ 1.80 ટકા ઘટયો હતો. સંપૂર્ણ સપ્તાહમાં સૌથી વધેલા શૅર્સમાં ટીસીએસ (4.54 ટકા), યસ બૅન્ક (3.62 ટકા), ઈન્ફોસિસ (2.67 ટકા), કોટક મહિન્દ્રા બૅન્ક (2.60 ટકા) અને કોલ ઈન્ડિયા (2.43 ટકા) વધ્યા હતા. જ્યારે બીએસઈમાં સૌથી વધુ ઘટેલા શૅર્સમાં બજાજ ઓટો (3.85 ટકા), એશિયન પેઈન્ટ્સ (3.79 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (3.40 ટકા), તાતા મોટર્સ (2.80 ટકા) અને તાતા મોટર્સ ડીવીઆર (2.38 ટકા)નો સમાવેશ છે.  સપ્તાહ દરમિયાન બીએસઈ અને એનએસઈમાં મળીને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની કુલ લેવાલી રૂા.25,221.47 કરોડની હતી અને વેચવાલી રૂા.31,003.45 કરોડની હતી. બીએસઈમાં કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કુલ કામકાજ રૂા.85,984.57 કરોડનું રહ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer