બાળકને આહારમાં પોષકતત્ત્વો મળી રહે એ માટે આટલું કરો...

બાળકને આહારમાં પોષકતત્ત્વો મળી રહે એ માટે આટલું કરો...
1990થી વિવિધ શાળાઓમાં પોષણયુક્ત આહાર પૂરી પાડતી કંપની `િટફિન્સ એક્સ્ટ્રા'ના સ્થાપક નીતિ સરિને, સાકલ્યવાદી ન્યૂઑિટ્રશનિસ્ટ, પેરેન્ટિંગ કોચ અને `બ્યૂટિફૂલ ચિલ્ડ્રન : ધ પેરેન્ટ્સ ઍસેન્શિયલ ગાઈડ ફેર રેઈઝિંગ સ્ટ્રોંગ, બેલેન્સ્ડ, હેલ્ધી ચિલ્ડ્રન'નાં લેખિકા તારિકા આહુજા સાથે મળીને સંતાનોની ઈમ્યુન સિસ્ટમ-પ્રતિકારશક્તિ સુદૃઢ કરવા માગતી માતાઓ માટે કેટલાક શ્રેષ્ઠ નિયમો અહીં રજૂ ર્ક્યા છે...      તમારું બાળક મહત્ત્વનાં પોષકતત્ત્વોથી વંચિત ન રહી જાય એવું ઈચ્છો છો તો અહીં એ માટેનાં કેટલાંક સૂચનો પ્રસ્તુત છે.  માતા રસોડામાં કીમિયાગરની ભૂમિકા ભજવતી હોય છે. રોજેરોજની રસોઈમાં વિવિધતા લાવી એ પોતાના સંતાનની રોગ પ્રતિકાર શક્તિ વધારવા અને તેમનાં હાડકાં સુદૃઢ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. માતા તરીકે એ દૃઢપણે માને છે કે સારી ટેવોની શરૂઆત ઘરમાંથી થાય છે અને આથી જ એ જે કંઈ બનાવે છે અને સંતાનને આપે છે એ, બાળકના રક્તરસાયણનો ભાગ બની જાય છે. એની આ પસંદ બાળકને ઉપયોગી નીવડે છે અથવા તો એના શરીરના કોષ, સ્નાયુ અને અવયવના વિકાસમાં અવરોધરૂપ નીવડે છે.  બાળકનાં રોજિંદા આહારમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ કરો.  હ બાળકને રોજ આખું અનાજ આપો : મોટાભાગનાં બાળકોને સવારમાં નાસ્તો કરવાની આદત હોતી નથી અને ઘણી માતાઓ પણ સમજ્યા વગર બાળકને નાસ્તાને બદલે દૂધ આપે છે. દિવસનાં બે ભોજનમાં આખું અનાજ હોવું જરૂરી છે. ઘણા નથી જાણતા પણ આખા અનાજમાં શક્તિ આપતાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે સવારના ભાગદોડભર્યા સમય માટે બાળકના શરીર અને મનને પોષણ આપે છે. આખા અનાજમાં બ્રાઉન રાઈસ, આખા જવ સાથે કાંગ, મોરિયો જેવાં જાડાં ધાન્યનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ઘઉંના ફાડા, જવના ફાડા અને ઓટ્સ પણ મહત્ત્વનાં છે. એમાં જરૂરી વિટામિન, ખનિજ તત્ત્વો અને રેષા હોય છે, જે આહારને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. ત્રીજું ભોજન સ્વાદિષ્ટ પાસ્તા, બ્રેડ અથવા રોટલી હોઈ શકે, પરંતુ એમાં રિફાઈન્ડ લોટ કે સાકરને બદલે ભેળસેળ વગરના લોટ હોવા જોઈએ.  હ રોજ દાળ અને કઠોળનું સેવન જરૂરી : દાળ-ભાત, રાજમા-ચાવલ તો હંમેશથી બધાને પ્રિય રહ્યા છે. તમે જાણો છો કે કિડની જેવા આકાર ધરાવતા આ કઠોળ ખરેખર તો કિડનીની કામગીરીમાં મદદ કરે છે. દાળ અને કઠોળ બ્લડ શુગરને સ્થિર કરે છે, હૃદય માટે લાભદાયક છે અને શરીર તથા મન માટે પ્રોટીન અને ઊર્જા પૂરી પાડે છે. રોજના એક-બે ભોજનમાં એનો સમાવેશ જરૂરી છે. રોજનું મેનુ મજેદાર બનાવવા કઠોળમાંથી બનતા હમસ, વિવિધ જાતના ડિપ, બીનબર્ગર બનાવી શકાય, જે એટલા જ પોષક હોય છે અને સ્વાદિષ્ટ પણ.  હ આહારમાં પાંદડાવાળાં શાકભાજી અને સલાડનો ઉમેરો કરો : બાળકોને શાકભાજી, ખાસ તો સલાડ ખવડાવવા મુશ્કેલ છે, પરંતુ માતાપિતાના સતત પ્રયત્નથી બાળકને અને તેમની પ્રતિકારશક્તિને જીવનભરનો લાભ થાય છે. એમને સલાડ ખાતાં કરવાની એક ટિપ : બાળકોને રંગ, વાર્તાઓ અને સાહસ ગમે છે. સલાડ પર ક્રીમી ડ્રેસિંગ અને સહેજ સ્વિટ ડ્રેસિંગ - પીનટ બટર કે ક્રિમી તાહિની ડ્રેસિંગ હશે તો તેઓ હોંશેહોંશે રોજ સલાડ ખાશે. આ ડ્રેસિંગ સ્વાદિષ્ટ જ નહીં, પોષક પણ હોય છે. શાકભાજીમાંથી રેષા, પોષક તત્ત્વો અને ઊર્જા મળે છે જે વિકસી રહેલા બાળકની જરૂરિયાત પૂરી પાડે છે. વિવિધતાપૂર્ણ સલાડ, પાચનમાં અને રૂધિરાભિસરણમાં મદદ કરે છે.   બાળકના રોજિંદા આહારમાંથી બાકાત કરવા જેવી ત્રણ વસ્તુઓ:  હ સફેદ સાકર : આ બાબતે કોઈપણ સમાધાન કરવું નહીં. વિશ્વભરનાં સંશોધનો જણાવે છે કે સફેદ સાકર ધીમું ઝેર છે અને એ સોજો, બળતરા કરે છે. રક્ત એસિડિક થઈ જાય છે અને જીવનશૈલી આધારિત રોગો-લાઈફસ્ટાઈલ ડિસિઝ ઉત્પન્ન થાય છે. સફેદ સાકરને બદલે ગોળ, ખજૂર, પ્રક્રિયા કર્યા વગરની ઓર્ગેનિક, કાચી સાકર (બ્રાઉન શુગર નહીં) વગેરેનો ઉપયોગ કરો. વ્હાઈટ શુગર ખૂબ જ એસિડિક હોય છે અને શરીરમાં ખનિજતત્ત્વોનું ધોવાણ કરે છે.  હ રસાયણયુક્ત ખાદ્યપદાર્થો : ભલે ગમે એટલા આકર્ષક દેખાતા હોય પરંતુ પેકેજ્ડ ખાદ્યપદાર્થો-દા.ત. ચિપ્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, કમર્શિયલ પિકલ્સ, પ્રોસેસ્ડ ચીઝ, કમર્શિયલ પ્રિર્ઝ્વેટિવ્સથી પ્રચૂર પીનટ બટર વગેરેમાં ભરપૂર કેમિકલ્સ અને પ્રિર્ઝ્વેટિવ્સ હોય છે જે લાંબેગાળે તમારા બાળકની પ્રતિકારશક્તિ અને મજ્જાતંત્રને નબળાં પાડે છે.  હ દૂધ ઉત્પાદનોનું સેવન ઘટાડો : કમર્શિયલ દૂધ ઉત્પાદનોનું સેવન ઓછું કરવું કે ટાળવું શરૂઆતમાં ભલે મુશ્કેલ લાગે પરંતુ દર અઠવાડિયે થોડા થોડા ફેરફાર કરશો તો એટલું મુશ્કેલ નહીં પડે. વર્તમાનમાં કમર્શિયલ ગાયોને વધુ દૂધ આપતી કરવા માટે અને તંદુરસ્ત રાખવા માટે હોર્મોન્સ અને એન્ટિબાયોટિક્સનાં ઈન્જેક્શન્સ આપવામાં આવે છે. આ કેમિકલ્સ ગાયના દૂધમાં આવે છે અને એમાંથી કમર્શિયલ પેકેજ્ડ ચીઝ અને અન્ય દૂધ ઉત્પાદનો બનાવવા માટે વધુ કેમિકલ અને પ્રિર્ઝ્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. કમર્શિયલ ડેરીમાં મ્યૂકસ પેદા થાય છે, એમાં કેમિકલ અને પ્રિર્ઝ્વેટિવ્સ હોય છે, જે શરીરને પોષકતત્ત્વો ગ્રહણ કરતાં અટકાવે છે. આંતરડામાં અવરોધ પેદા કરે છે અને તમારા બાળકની પાચનક્રિયાને નબળી પાડે છે. એને બદલે બાળકને બ્રોકોલી, કઠોળ, દાળ, સરસવ અને અન્ય ઘેરા લીલાં પાંદડાવાળી ભાજીઓ, સૂકોમેવો વગેરે આપી શકાય.  આ સૂચનોનો અમલ કરવા માટે બે બાબત જરૂરી છે. પ્રથમ તો એ માટે વ્યવહારિક અને સ્માર્ટ શોપિંગ સ્કિલ હોવી જોઈએ (યોગ્ય વસ્તુઓની ખરીદીથી જ ઘણો ફરક પડી જાય છે. આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો રસોડામાં પ્રવેશે છે અને કેટલાક નકામા ખાદ્યપદાર્થો બહાર જાય છે.   તમારી રસોઈ સ્વાસ્થ્યપ્રદ બની જાય છે.) બીજું તમારી કૂકિંગ સ્કિલ વધારવા સાકલ્યવાદી ન્યૂટ્રિશનિસ્ટ અને પ્રેક્ટિશનરના કૂકિંગ ક્લાસ અને વર્કશોપમાં જોડાવાથી તમે તમારા બાળક માટે યોગ્ય આહાર કેવી રીતે તૈયાર કરવો એ સમજશો.   એક સામાન્ય અટકળ છે કે બાળક આરોગ્યપ્રદ આહાર નહીં ખાય પરંતુ એ રસપ્રદ બનાવટ વગરનો, રંગ અને સ્વાદ વગરનો આહાર પણ નહીં ખાય. બાળકોની ભૂખ સંતોષે અને સ્વાદ પણ આપે એવા કેટલાક પદાર્થો વાનગીમાં કેવી રીતે ભેળવવા એ પણ એક આવડત છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer