પેલેસ્ટાઈન બહુ જલદી શાંતિપૂર્વક સ્વતંત્ર બનશે એવી ભારતને આશા

પેલેસ્ટાઈન બહુ જલદી શાંતિપૂર્વક સ્વતંત્ર બનશે એવી ભારતને આશા
રામલ્લાહ (પશ્ચિમ કાંઠો), તા. 10:  અખાત અને પ. એશિયામાં 3 રાષ્ટ્રોના પ્રવાસે આવેલા મોદી વાયા જોર્ડન, પેલેસ્ટાઈનના રામલ્લાહ ખાતે આવી પહોંચ્યા હતા. તે પછી વડા પ્રધાન મોદી અને પ્રમુખ અબ્બાસે કેટલીક ંંંંંસમજુતીઓની આપલે કરી સંયુકત નિવેદન જારી કર્યુ હતુ.
દરમિયાન, બૉમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (બીએસઈ) અને અબુધાબી સ્ટોક એક્સ્ચેન્જ વચ્ચે મેમોરેન્ડમ અૉફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થયા હતા.
પેલેસ્ટાઈની પ્રજાનાં હિતોની કાળજી લેવાનું વચન પાળવા ભારત બંધાયેલું છે એવી ખાતરી મેં પ્રમુખ અબ્બાસને આપી છે અને ભારતને આશા છે કે પેલેસ્ટાઈન ટૂંક સમયમં શાંતિપૂર્ણ ઢબે આઝાદ દેશ બનશે એમ વડા પ્રધાને જણાવ્યુ હતું.
ઈઝરાયલી પીએમ બેન્જમીન નેતન્યાહુની દિલ્હી મુલાકાતના 1 માસ બાદ વડા પ્રધાન પેલેસ્ટાઈનની મુલાકાતે આવ્યા છે. તે સંદર્ભે તેનું ખાસું મહત્વ છે. ઐતિહાસિક રીતે ભારત પેલેસ્ટાઈનું ટેકેદાર રહ્યું છે. જો કે વ્યૂહાત્મક હિતો ભારતને, પેલેસ્ટાઈન સાથે ઘર્ષણમાં ઉતરેલા ઇઝરાયલ સાથે મજબૂત સંબંધો, પ્રમુખપણે લશ્કરી સંબંધો ભણી દોરી ગયા છે. વિદેશ નીતિની બાબતોમાં પેલેસ્ટાઈનને ચાવીરૂપ પક્ષકાર ગણાવવાની ભારતની વલણ દૃઢાવતાં મોદીએ જણાવ્યુ હતું કે બેઉ દેશોના સંબંધો સમયની કસોટીમાં પાર ઉતર્યા છે. 
વડા પ્રધાને તેમના સંબોધનમાં, પેલેસ્ટાઈનના વિકાસ, શૈક્ષણિક આદાનપ્રદાન અને પ્રાદેશિક સ્થિરતામાં સહયોગી રહેવાના ભારતના ઈરાદાને ઉજાગર કરતા જણાવ્યું હતું કે પેલેસ્ટાઈનમાં ઈન્સ્ટિટયુટ ઓફ ડિપ્લોમસીના બાંધકામાં ભારત સહાય કરી
રહ્યુ છે. આ વર્ષથી છાત્રોના આદાનપ્રદાનની સંખ્યા ભારત પ0થી વધારને 100 કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer