પેલેસ્ટાઈનની પ્રજાનું હિત ભારતના હૈયે : મોદી

રામલ્લાહ (પશ્ચિમ કાંઠો), તા. 10 (પીટીઆઈ):  પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ સિદ્ધ કરવા રાજદ્વારિતા  આગળ ઉપરનો માર્ગ છે એવી નોંધ લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઈમાં શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવી અમે
આશા રાખીએ છીએ, સંવાદ વાટે કાયમી ઉકેલ મળી શકે છે તેમ અમે માનીએ છીએ. માત્ર રાજદ્વારિતા અને દૂરંદેશીપણુ જ હિંસા અને ભૂતકાળના બોજમાંથી
મુકિત અપાવી શકે છે એમ આજે પેલેસ્ટાઈનની મુલાકાતે આવેલા પીએમ મોદીએ જણાવ્યુ હતું. પેલેસ્ટાઈનની સત્તાવાર મુલાકાત લેનાર તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન છે.
ભારત અને પેલેસ્ટાઈન વચ્ચેના સંબંધોને વેગ આપવામાંના ચાવીરૂપ પ્રદાન બદલ પ્રમુખ મહમુદ અબ્બાસે તેમને `ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન'ના ખિતાબથી નવાજયા હતા. આ નવાજેશ અંગે તેમણે જણાવ્યુ હતું કે આ ભારતનું સમ્માન છે અને પેલેસ્ટાઈનની મૈત્રીનું પ્રતીક છે. સૌ ભારતીયો વતી તમારો આભાર માનું છું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer