ગટરમાં શાકભાજી છુપાવનારા ફેરિયાઓ સામે પાલિકાની કાર્યવાહી

ગટરમાં શાકભાજી છુપાવનારા ફેરિયાઓ સામે પાલિકાની કાર્યવાહી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : સોશિયલ મીડિયા પર મુંબઈના શાકભાજી વિક્રેતાઓનો એક વીડિયો વાયરલ થયા બાદ મહાપાલિકાએ કાર્યવાહીની શરૂઆત કરી છે. આ વીડિયોમાં શાકભાજીવાળા તેમની ભાજી સાચવવા ગટરનો ઉપયોગ ગોડાઉનની જેમ કરતા હોવાનું દર્શાવાયું છે. આ વીડિયો સાંતાક્રુઝના વાકોલા વિસ્તારનો હોવાનું પણ જણાવાયું હતું. એ બાદ પાલિકા અધિકારીએઁ સફાળા જાગીને એ વિસ્તારમાં બેસતા ફેરિયાઓનો માલ જપ્ત કર્યો  હતો અને ફેરિયાઓ સામે ગુના પણ દાખલ કર્યા હોવાનું જાણવા મળે છે.
ગેરકાયદે ફેરિયાઓનો માલ જપ્ત કરવા પાલિકા અધિકારઓ આવે ત્યારે ફેરિયાઓ તેમનો માલ તેમના ઓળખીતાઓની દુકાનમાં છુપાવી દેતાં હોય છે, પરંતુ વાકોલામાં તો ફેરિયાઓ ફળો અને શાકભાજીની પેટીઓ ગટરમાં જ છુપાવતા હોવાનું બહાર આવ્યું હતું. મનસેએ કહ્યું હતું કે અમે અમારી રીતે આવા ફેરીયાઓ સામે પગલાં લઈશું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer