બેસ્ટ કર્મચારીઓને પગાર ન મળતાં સોમવારથી આંદોલન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : બેસ્ટના કર્મચારીઓને ગયા મહિનાનો પગાર હજી સુધી મળ્યો નથી. આનાથી સંતપ્ત કર્મચારીઓની ઍકશન કમિટીએ સોમવારથી આંદોલન છેડવાની જાહેરાત  કરી છે.
સાથે ભોજન લીધું અને પછી મિત્રએ 10 રૂપિયા માટે મિત્રની હત્યા કરી!
મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : બે મિત્રોએ સાથે ભોજન લીધું જેના ખર્ચ પેટે 10 રૂપિયા માગતા એક મિત્રએ તેના બીજા મિત્રને મોતને ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી ઘટના બુધવારે બપોરે પવઈમાં બની હતી.
મૃતક દિનેશ લક્ષ્મણ જોશી (30) અને તેના મિત્ર જીવન મોરે (35)એ પવઈના સાઈ બાંગુડો વિલેજ ખાતે શરાબ પીધો હતો. એ બાદ ત્યાંની નજીકની હોટેલમાંથી જોશી બન્ને માટે ખાવાનું લાવ્યો હતો. બન્ને સાથે મળીને ભોજન લીધા બાદ જોશીએ તેના મિત્ર પાસેથી ભોજન પેટે 10 રૂપિયા માગ્યા હતા. આથી જીવન મોરે ગુસ્સે ભરાયો હતો અને તેણે જોશીને લાકડીથી ફટકાર્યો હતો, એમ પવઈના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર અનિલ ફોફલે કહ્યું હતું. જોશીને લાકડીના મારથી અનેક ઈજા થઈ હતી અને તેને ગઈકાલે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
એ બાદ પોલીસે મોરેની ધરપકડ કરી હતી અને તેની સામે ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer