બે પુત્રીની હત્યા કરીને સુસાઇડનો પ્રયાસ કરનાર માતાને જન્મટીપ

થાણે, તા. 10 (પીટીઆઈ) : થાણે જિલ્લા કોર્ટે 43 વર્ષની મહિલાને બાર વર્ષ પહેલાં બે પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરવાના પ્રયાસ બદલ જન્મટીપની સજા કરી છે. 2005ની ઘટના બદલ ઝીના બાલકૃષ્ણ અગરવાલને 5500 રૂપિયાનો દંડ પણ કરાયો હતો. રાષ્ટ્રીયકૃત બૅન્કમાં કામ કરતી ઝીનાએ પોતાની બે દીકરીઓ શ્રુતી (7) અને મુક્તિ (2) ઊંઘની વધુપડતી ગોળીઓ ખવડાવીને હત્યા કરી હતી, ત્યાર બાદ તેણે પણ સ્લીપિંગ પિલ્સનો હેવી ડૉઝ લઈને આત્મહત્યા કરી હતી. પોતાના બિઝનેસમૅન પતિનું અકસ્માતમાં મરણ થયા બાદ બૅન્ક લોન કેવી રીતે ભરવી એની ચિંતામાં મહિલાએ આ કૃત્ય કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer