રિટર્ન ન ભરનારાઓને ઝડપી રૂ. ૨૬,૫૦૦ કરોડ વસૂલાયા

ઉચ્ચ મૂલ્યવાળા આર્થિક વ્યવહારો કરવા છતાં વેરા ન ભરનારાઓનું પગેરું મેળવાયું
નવી દિલ્હી, તા. 10:  ઉચ્ચ મૂલ્યવાળાં આર્થિક વ્યવહારો કરતા હોવા છતાં જેઓ વેરો ભરતા ન હતા તેવા લોકોને નિશાન બનાવવા,  સરકારે નોન-ફાઈલર મોનિટરીંગ સિસ્ટમ (રીટર્ન ન ભરનારાઓ પર નિગેહબાની રાખતી પદ્ધતિ) મારફત ઓછામાં ઓછા 1.7 કરોડ  અતિરિકત રીટર્ન ભરવા ફરજ પાડી હતી અને ડિસે.સુધીમાં કેન્દ્ર સરકાર રૂ. 26,પ00 કરોડ એકઠાં કરી લઈ શકી. નાણાં મંત્રી અરુણ જેટલીએ સંસદમાં ગઈ કાલે આપેલા લેખિત જવાબમાં જણાવ્યુ હતું કે છેલ્લા થોડા વર્ષથી વેરા વિભાગ રીટર્ન ન નોંધાવનારાઓનું પગેરું રાખતો આવ્યો હતો અને ઉચ્ચ મૂલ્યોવાળા આર્થિક વ્યવહારો વિશે  બાહ્ય એજન્સીઓમાંથી મળેલી ડેટાને ટીડીએસ તથા સ્રોત ખાતેથી જ લઈ લેવાતા વેરા (ટીસીએસ) સાથે તાળો મેળવતો હતો.
વિવિધ પ્રકારના ઉચ્ચ મૂલ્યવાળા આર્થિક વ્યવહારો વિશે બેન્કો અને આર્થિક સંસ્થાઓમાંની ડેટા તથા ઉચ્ચ મૂલ્યવાળા ખર્ચાઓ વિશ સ્ટેટમેન્ટ  ઓફ ફાયનાન્સિસયલ ટ્રાન્ઝેકશન (એસએફટી) સ્વરૂપે વાણિજિયક તંત્રોમાં મળતી ડેટા ઉમેરવા આર્થિક માહિતી એકઠી કરવાનું અને ખરાઈ કરવાનું મિકેનિઝમ (માળખું) વ્યાપક બનાવાયુ છે એમ જણાવી જેટલીએ ઉમેર્યુ હતું કે ટીડીએસ અને ટીસીએસના અવકાશને વિસ્તૃત બનાવાયો છે.
મિલકત, શેર, બોન્ડ્સ, ઈન્શ્યોરન્સ અને વિદેશ પ્રવાસ સહિતના રૂ. બે લાખથી વધુના વ્યવહારો માટે પાન ફરજિયાત રહે છે. તે થકી વિપુલ ડેટા મળી રહે છે, જેના વિશે વેરા વિભાગ છાનબીન કરે છે. આના પરિણામે ગયા વર્ષે 3પ લાખ જેટલા નોન-ફાઈલર્સ (રીટર્ન ફાઈલ ન કરનારાઓ)ને વેરા વિભાગે ઓળખી કાઢયા હતા, જેઓને તે વેરા જવાબદારી સમા ગણતો હતો. એક વર્ષ પહેલાની 67 લાખની સંખ્યા કરતા તે આંક નીચો કહેવાય પણ બહોળી રોકડ થાપણો ધરાવનારાઓએ કદાચ રીટર્ન ભર્યા હશે.
આવકવેરા સિસ્ટમને ઓર ગાઢ બનાવવાની નેમ સાથે હાથ ધરાયેલી કવાયતના ભાગરૂપે આ પગલું લેવાઈ રહ્યું છે એમ જણાવી જેટલીએ ઉમેર્યુ હતું કે આ વર્ષનું લક્ષ્ય નવા સવા કરોડ રીટર્ન ભરનારા મેળવવાનું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer