ખાંડની નિકાસ ડયૂટી નાબૂદ કરવા સરકારની વિચારણા

ખાંડની નિકાસ ડયૂટી નાબૂદ કરવા સરકારની વિચારણા
નવી દિલ્હી, તા. 10 :  સાકર પરની આયાત ડયૂટી બમણી કરીને સાકરના સ્થાનિક વેચાણ પર મર્યાદા મૂક્યા બાદ સરકાર હવે તેની નિકાસ પરની 20 ટકા ડયૂટી નાબૂદ કરવાનું વિચારી રહી છે. જેથી મિલોને સારા ભાવ મળી શકે.
અન્ન મંત્રાલય દ્વારા ખાંડની નિકાસ ડયૂટી નાબૂદ કરવાની વિચારણા છે, જેથી દેશમાં રહેલા ખાંડના વધારાના પુરવઠાની સરળતાથી નિકાસ કરી શકાય.
વાણિજ્ય મંત્રાલયે દેશમાંથી કાંદાની નિકાસને મર્યાદિત કરવા માટે લઘુતમ નિકાસ ભાવમર્યાદા જાહેર કરી હતી તે નાણાપ્રધાન અરુણ જેટલીએ તેમના બજેટ પ્રવચનમાં કૃષિ નિકાસ નીતિને હળવી કરવાની કરેલી જાહેરાતના બીજા દિવસે ઉઠાવી લેવાઈ છે.
અૉક્ટોબરથી શરૂ થયેલી ખાંડની પ્રવર્તમાન સિઝનમાં ખાંડનું ઉત્પાદન વધીને લગભગ 249 ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે 202 લાખ ટનનો હતો, એમ કેન્દ્રના અન્નપ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું હતું.
ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન (ઈસ્મા)એ આ વર્ષના ખાંડના ઉત્પાદનનો અંદાજ ગયા વર્ષના 251 લાખ ટનથી વધારીને 261 લાખ ટનનો કર્યો છે, જ્યારે દેશનો વાર્ષિક વપરાશ 240-250 લાખ ટનનો અંદાજાયો છે.
ઈસ્મા અને નેશનલ ફેડરેશન અૉફ કો-અૉપરેટીવ સુગર ફેકટરીઝે ગયા મહિને ખાંડની આયાત ડયૂટી 50 ટકાથી વધારીને 100 ટકા અને 20 ટકા નિકાસ ડયૂટી નાબૂદ કરવાની માગણી કરી હતી, જેથી ખાંડના વધારાના પુરવઠાની નિકાસ કરી શકાય. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer