બૅન્કો માર્જિન જાળવી રાખવા હોમ, અૉટો લોનના દર માર્ચથી વધારશે

મુંબઈ, તા. 10 : હોમલોન અને કાર લોનના નીચા દરનો લાભ હવે ટૂંક સમયમાં પૂરો થાય એવી શક્યતા છે. બૅન્કો પોતાનું માર્જિન જાળવવા માટે માર્ચ અથવા એપ્રિલથી જ હોમલોન અને અૉટોલોનના દર વધારવા માટે વિચારે છે.
છેલ્લા કેટલાક મહિનામાં બોન્ડ યીલ્ડ લગભગ 100 બેસિસ પોઈન્ટસથી વધારે વધી છે જેથી બૅન્કો માટે ડિપોઝિટ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનું મોંઘુ બન્યું છે. એટલું જ નહીં. માર્કેટમાં ઋણ લેવાનું વધુ ખર્ચાળ બનતું જાય છે. હાઈરેટ ધરાવતી કંપનીઓ પણ ફંડ માટે બૅન્કો પાસે દોડી ગઈ હોવાથી રેટ ધરાવતી કંપનીઓ પણ ફંડ માટે બૅન્કો પાસે દોડી ગઈ હોવાથી રેટ વધારવાનું સરળ બન્યું છે.
હજી બુધવારે એચડીએફસી બૅન્કે તેનું માર્જિનલ કોસ્ટ અૉફ ફંડ આધારિત  લેન્ડિંગ રેટ (એમસીએલઆઈ)માં તમામ સમયગાળા માટે 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આથી કહી શકાય કે બૅન્કોમાં ધિરાણદર વધવાના છે. એચડીએફસી બૅન્ક તેની હરીફ બૅન્કો એક્સિસ, કોટક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ, યસ બૅન્કને અનુસરી છે. જેણે તમામે એમસીએલઆર રેટમાં પાંચથી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હાલમાં 10 વર્ષની યીલ્ડ વચ્ચેનો તફાવત લગભગ 7.5 ટકા છે અને અત્યારે એસબીઆઈના હોમલોનના દર 8.3 ટકા છે. જે ચાર વર્ષથી વધુ ગાળામાં સૌથી નીચે છે.
ધિરાણકારોએ બલ્ક ડિપોઝિટના રેટ વધારવાનું શરૂ કર્યું ત્યારથી અંદાજ મળી ગયો હતો. કેપિટલ દર વધવાના છે. એસબીઆઈએ તેમાં આગેવાની લીધી હતી અને એક વર્ષનાં વ્યાજદર બે ટકા વધારીને 6.25 ટકા કર્યા હતા. રિઝર્વ બૅન્કના ડેટા મુજબ બૅન્ક લોન વાર્ષિક ધોરણે 11.1 ટકા વધી હતી. જે ડિપોઝિટ રેટમાં 4.5 ટકાની વૃદ્ધિ કરતાં વધુ હતી. એચડીએફસી બૅન્કના ડે. મેનેજિંગ ડિરેક્ટર પરેશ સુક્તાંકરે ગયા મહિને જ સંકેત આપ્યા હતા કે વ્યાજદર વધવાના છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer