2017-''18ની સિઝનમાં રૂના પાકનો અંદાજ ઘટાડી 367 લાખ ગાંસડી રખાયો

પુણે, તા. 10 : કૉટન એસોસિએશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)એ 2017-'18ની ચાલુ સિઝન માટે રૂના પાકનો અંદાજ ઘટાડી 367 લાખ ગાંસડીનો મૂક્યો છે. એસોસિએશને જાન્યુઆરી, 2018ના પાકનો અંદાજ 2017-'18ની સિઝન માટે 8 લાખ ગાંસડી નીચો મૂક્યો છે.
અંદાજ નીચો મૂકવા માટે પીન્ક બોલ્વોર્મ જંતુની અસર મનાય છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ખેડૂતો ખાસ તો મહારાષ્ટ્રમાં અને તેલંગણામાં કપાસના પાકનો અંદાજ મૂળમાંથી બદલી નાંખ્યો હતો.
સીએસઈના અંદાજ મુજબ રૂનો કુલ પુરવઠો 417 લાખ ગાંસડી (170 કિલોની એક) રહ્યો હતો. જેમાં સિઝનનો ખૂલતો સ્ટૉક 30 લાખ ગાંસડી અને 20 લાખ ગાંસડી આયાત સમાવિષ્ટ હતી.
ઘરઆંગણે રૂનો વપરાશ 320 લાખ ગાંસડી અંદાજાયો છે જ્યારે સીએઆઈએ 51 લાખ ગાંસડીની નિકાસનો અંદાજ મૂક્યો છે. 30 સપ્ટે. '18ની સિઝન અંતે કેરીઓવર સ્ટૉક 42 લાખ ગાંસડીનો અંદાજાય છે. પ્રત્યેક રાજ્યના રૂ સંબંધિત એસોસિએશન દ્વારા મળતા આંકડા મુજબ 31 જાન્યુઆરી, 2018 સુધીમાં 211 લાખ ગાંસડીની આવક થઈ છે.  જે ગઈ સિઝનના સમાન  ગાળામાં 157.75 લાખ ગાંસડીની રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer