પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશ્વકપમાં સતત બીજી વખત ભારત વિજેતા

પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશ્વકપમાં સતત બીજી વખત ભારત વિજેતા

307 રનના લક્ષ્યાંકને પાર પાડીને ભારતે પાકને પછાડયું

શારજાહ, તા.20: પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમ વિજેતા બની છે. શનિવારે શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને બે વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ભારતે સતત બીજી વખત વર્લ્ડકપ ઉપર કબજો કર્યો છે. રોમાંચક ફાઈનલ મેચમાં ભારતે જીતના લક્ષ્યને 38.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યું હતું. ભારત તરફથી સુનીલ રમેશે 93 અને અજય કુમાર રેડ્ડીએ 62 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતી પાકિસ્તાનની ટીમે 40 ઓવરમાં આઠ વિકેટે 307 રન બનાવ્યા હતા. પ્રથમ સેમિફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે બીજી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકાને 156 રનથી માત આપીને ફાઈનલ મેચમાં ઉતરી હતી. આ અગાઉ ગ્રુપ મેચમાં પણ ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.
પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતા
* 1998: સાઉથ આફ્રિકા (ફાઈનલમાં પાક.ને હરાવ્યું)
*  2002: પાકિસ્તાન (ફાઈનલમાં દ.આફ્રિકાને હરાવ્યું)
*  2006: પાકિસ્તાન (ફાઈનલમાં ભારતને હરાવ્યું)
*  2014: ભારત (ફાઈનલમાં પાક.ને હરાવ્યું)
*  2018: ભારત (ફાઈનલમાં પાક.ને હરાવ્યું)

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer