માઘ ગણેશોત્સવ નિમિત્તે પ્રભાદેવીના સિદ્ધિવિનાયકની આજે ભવ્ય રથયાત્રા

માઘ ગણેશોત્સવ નિમિત્તે પ્રભાદેવીના સિદ્ધિવિનાયકની આજે ભવ્ય રથયાત્રા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20: માઘ ઉત્સવ નિમિત્તે રવિવાર, 21 જાન્યુઆરીએ શ્રી સિદ્ધિવિનાયકની ભવ્ય રથયાત્રા યોજવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રની લોકકલા અને પરંપરાના દર્શન કરાવાશે.
માઘ ગણોશોત્સવ 18 જાન્યુ.થી 24 જાન્યુ. સુધી ચાલશે અને રવિવારે સાંજે 4 વાગ્યે સિદ્ધિવિનાયક મંદિરેથી રથયાત્રાનો આરંભ થશે.
જેમાં મહારાષ્ટ્રના વિવિધ ભાગોના આશરે 400 લોકકલાકારો દશાવતાર, જાખડી, લેઝીમ, આદિવાસી ઢોલ, પાલખી, બાલ્યા ઇત્યાદિ લોકકલાઓની ઝાંખી કરાવશે, એમ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંદેકરે કહ્યું હતું.
આ રથયાત્રા અગર બજાર, પોર્ટુગીઝ ચર્ચ, એસ. ધાણેકર માર્ગ, અપ્પા મરાઠે માર્ગથી પાછી મંદિરે આવશે અને તેમાં ભાવિકોને મોટી સંખ્યામાં જોડાવાનો બાંદેકરે અનુરોધ કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer