શમી ભારતનો સર્વશ્રેષ્ઠ બૉલર : ડી વિલિયર્સ

શમી ભારતનો સર્વશ્રેષ્ઠ બૉલર : ડી વિલિયર્સ

જ્હોનિસબર્ગ, તા. 20 : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ફૈની ડિ વિલિયર્સે મોહમ્મદ શમીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, શમી ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર છે. શમીએ સેંચુરિયનમાં રમાયેલી મેચની બીજી ઈનિંગ્સમાં 49 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ મેચ બાદ ફૈની ડી વિલિયર્સેં કહ્યું હતું કે, શમીની 140ની ગતીથી આઉટ-સ્વિંગ બોલીંગ ખુબજ સરસ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે મોહમ્મદ શમી ગ્લેન મૈકગ્રા, શોન પોલોક, ઈયાન બોથમ અને ડેલ સ્ટેનની માફક જ બોલીંગ કરે છે. જો કે હાલની ટેસ્ટ શ્રેણીમાં શમી સૌથી વધુ વિકેટ ઝડપવામાં વર્નોન ફિલેન્ડર બાદ બીજા નંબર ઉપર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer